ગુજરાત સરકારે પ્રથમવાર જાહેર કરી હેરીટેઝ પ્રવાસન નીતિ, ઐતિહાસિક કિલ્લા, ઈમારતોમાં શરૂ કરી શકાશે હોટલ-રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ

|

Sep 18, 2020 | 7:10 PM

ગુજરાત સરકારે પ્રથમવાર હેરીટેજ ટુરીઝમ પોલીસી જાહેર કરી છે. રાજસ્થાનની માફક જ, ગુજરાતમાં પણ રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ કે હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરુ કરી શકાશે. આ પોલીસી હેઠળ, ૧ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ […]

ગુજરાત સરકારે પ્રથમવાર જાહેર કરી હેરીટેઝ પ્રવાસન નીતિ, ઐતિહાસિક કિલ્લા, ઈમારતોમાં શરૂ કરી શકાશે હોટલ-રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ

Follow us on

ગુજરાત સરકારે પ્રથમવાર હેરીટેજ ટુરીઝમ પોલીસી જાહેર કરી છે. રાજસ્થાનની માફક જ, ગુજરાતમાં પણ રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ કે હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરુ કરી શકાશે.

આ પોલીસી હેઠળ, ૧ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બનાવી શકાશે. હેરિટેજ ટુરિઝમ પોલિસી અન્વયે નવી શરૂ કરાનાર કે હયાત હેરિટેજ હોટલમાં રિનોવેશન કે એકસપાંશન માટે રૂપિયા ૫ થી ૧૦ કરોડ સુધીની સહાય ચુકવાશે.
પરંતુ હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચરને કોઈપણ પ્રકારે છેડ છાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે.

પાંચ વર્ષ માટે ૭ ટકા વ્યાજ સબસિડી મહત્તમ પ્રતિ વર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે. તો આ પોલીસીની કારણે, રાણી કી વાવ, ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસીક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમા પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે. રાજ્યના પ્રવાસન- ટુરીઝમ સેકટરને બુસ્ટ અપ મળવાની સાથે વિદેશી હૂંડિયામણથી પ્રવાસન ક્ષેત્રે આવકના વધુ સ્ત્રોત ઊભા કરવાનો આશય મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્ય સરકારે નક્કી કર્યો છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આ પણ વાંચોઃકંગના રનૌત સામે ડ્ર્ગ્સ મુદ્દે થશે તપાસ, સોનિયા ગાંધીને ટવીટ કરીને કંગનાએ કહ્યુ તમારી સરકાર મહિલાને કરે છે હેરાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 10:56 am, Fri, 11 September 20

Next Article