કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલમાં કેટલો ભાવ ઘટાડ્યો? કુલ કેટલી રાહત સામાન્ય માણસને મળશે?

કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલમાં કેટલો ભાવ ઘટાડ્યો? કુલ કેટલી રાહત સામાન્ય માણસને મળશે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 7:24 AM

રાજ્ય અને કેન્દ્ર એમ બંને સરકારોએ સામાન્ય માણસોને દિવાળી ભેટ કહી શકાય એવો નિર્ણય કર્યો છે. આ વર્ષે ઇંધણમાં ધરખમ વધારા બાદ ચાલો જાણીએ કુલ કેટલી રાહત સામાન્ય માણસને મળશે.

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોના કારણે મોંઘવારીથી ત્રસ્ત પ્રજા માટે દિવાળીમાં સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી દેવાના કારણે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજી તરફ રાજ્ય સરકારે પણ પેટ્રોલ-ડીઝલમાં 7-7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના કારણે પેટ્રોલના ભાવમાં આશરે રૂ.12 અને ડીઝલમાં આશરે રૂ.17 નો ઘટાડો થયો છે.

આ નવા ભાવ આજથી લાગૂ થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા બાદ રાજ્ય સરકારોને પણ ડ્યુટી ઘટાડવા અપીલ કરાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને વડાપ્રધાનના પેટ્રોલ -ડીઝલના ભાવ ઘટાડાને આવકાર્યો હતો. સાથે રાજ્ય સરકાર પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારાનો 7-7રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. હાલ અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ અંદાજે 94 રૂપિયા તો ડીઝલ 93 રૂપિયા પ્રતિ લિટર થયો છે. તો અન્ય શહેરોમાં પણ આ મુજબ ભાવ જોવા મળશે.

 

આ પણ વાંચો: Latent View Analytics IPO : આ ડેટા એનાલિટિક્સ કંપની 10 નવેમ્બરે રોકાણ માટેની તક લાવશે, જાણો કંપની અને યોજના વિશે વિગતવાર

આ પણ વાંચો: ‘કોપીમાસ્ટર’ કેજરીવાલે મારી મફત તીર્થયાત્રા યોજનાની કરી નકલ’, પ્રમોદ સાવંતે ચૂંટણી વચનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી પર કર્યો પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">