આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભકામના

|

May 01, 2024 | 12:42 PM

આજના દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતભરમાં તેની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકોને તેની શુભકામના પાઠવી છે.

આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભકામના

Follow us on

દરેક ગુજરાતીના સન્માન અને ગૌરવનો આજે દિવસ છે. આજના દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતભરમાં તેની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકોને તેની શુભકામના પાઠવી છે.

હેલી મે, 1960ના દિવસે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો હતો. ભારતમાં ભાષાવાર રાજયોની પુનઃરચના કાર્યક્રમ અંતર્ગત બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના થઈ હતી. આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ગુજરાત દેશનું સૌથી વિકસીત રાજ્ય છે. ગુજરાતે આઝાદી પછી વિકાસની હરણફાળ ભરી છે અને ગુજરાતનું નામ દુનિયાભરમાં ગાજતુ થયું છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

મહાગુજરાત આંદોલનની મહત્વની ભૂમિકા

ગુજરાત રાજ્યની સ્થાપનામાં 1956માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનની મહત્વની ભૂમિકા રહી છે. આંદોલનના મુખ્ય નાયક ઇન્દુલાલ યાજ્ઞિક હતા જે ઇન્દુચાચા તરીકે ઓળખાય છે. 1 મે 1960 એ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું વિભાજન થયુ. જેમાં ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી.

આમ પ્રથમ વખત ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. 1970માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ભાષાના આધારે અલગ થનારૂ ગુજરાત દેશનું બીજુ રાજ્ય હતુ.

વડાપ્રધાન મોદીએ પાઠવી શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્થાપના દિવસ પર જનતાને ગુજરાત વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી શુભકામના પાઠવી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે X પર કરી પોસ્ટ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે X પર પોસ્ટ કરી ગુજરાતના સ્થાપના દિવસની શુભકામના પાઠવી અને ગુજરાતનું દેશના વિકાસમાં મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યુ હતુ.

CM ભૂપેન્દ્ર પટેલે X અકાઉન્ટ પર શુભકામના આપી

 

Published On - 10:37 am, Wed, 1 May 24

Next Article