ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ, 12 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો

ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ, 12 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 9:55 AM

ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. પોષ માસની કડકડતી ઠંડી (Freezing cold) શરૂ થઈ ગઈ હોય તેમ સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. શિયાળો (Winter) ખરેખરો જામ્યો હોય તેવો અનુભવ ગુજરાતીઓને થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરમાં તાપમાન (Temperature)નો પારો ગગડ્યો છે.

અમદાવાદમાં વહેલી સવારથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષા (Snowfall)ને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

12 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે

અમદાવાદ સહિત રાજ્યનાં 12 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડી શહેર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યાર બાદ ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો નોંધાશે.

ઠંડીથી બચવાના ઉપાય શરુ

ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે. કેટલાક લોકોએ મોર્નિંગ વોક શરુ કરી દીધી છે. તો કેટલાક લોકોએ તાપણાનો સહારો લેવાનું પણ શરુ કરી દીધી છે.

આ પણ વાંચોઃ

Ahmedabad: અસારવા અને સોલા સિવિલમાં સ્ટાફમાં 29 લોકો કોરોના સંક્રમિત, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સમાં ફફડાટ

આ પણ વાંચોઃ

ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો થશે કાર્યવાહી, સરકારે કડક નિયમો જાહેર કર્યા

g clip-path="url(#clip0_868_265)">