Gujarat Election 2022: ભાજપે 59 વિધાનસભા બેઠકના પ્રભારી જાહેર કર્યા, ઉમેદવારોની પસંદગી માટે પ્રભારીઓની નિમણૂક

|

Jun 17, 2022 | 5:24 PM

વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોને શોધવા માટે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. વિવિધ વિસ્તારમાં જઈને પ્રભારીઓ સ્થિતિની સમીક્ષા કરશે.

Gujarat Election 2022: ભાજપે 59 વિધાનસભા બેઠકના પ્રભારી જાહેર કર્યા, ઉમેદવારોની પસંદગી માટે પ્રભારીઓની નિમણૂક
Gujarat BJP (Symbolic Image)

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પહેલા ભાજપ (BJP) એકશન મોડમાં આવી ગઇ છે. ભાજપે 59 વિધાનસભા બેઠકના (Assembly seat) પ્રભારીની જાહેરાત કરી છે. આ પ્રભારીઓ જે તે બેઠકની રાજકીય સ્થિતિની જાણકારી પ્રદેશ સંગઠનને આપશે. વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોને શોધવા માટે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. વિવિધ વિસ્તારમાં જઈને પ્રભારીઓ સ્થિતિની સમીક્ષા કરશે.

ઉત્તર ગુજરાતની બેઠકો માટે પ્રભારીઓની નિમણુક

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ચુક્યો છે અને ભાજપ દ્વારા તમામ પાસાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ઉત્તર ઝોનમાં જેટલી બેઠકો આવી રહી છે તેમાં અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છનો સમાવેશ થાય છે. ત્યારે આ જે તમામ 59 બેઠક છે. તેના પર વિધાનસભા સીટ માટે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. આગામી એક સપ્તાહ દરમિયાન 182 બેઠકો પર આ જ પ્રમાણે બેઠક વાઇસ પ્રભારીની નિમણૂક કરવામાં આવશે.

ભાજપનો 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક

મહત્વપૂર્ણ છે કે ભાજપ માટે ચૂંટણી મેનેજમેન્ટથી જીતવામાં આવતી હોય છે. આ વખતે ભાજપે 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યુ છે. ત્યારે બોર્ડના પ્રમુખથી લઇને મતદારોને રીઝવવા માટેના કેમ્પેઇન શરુ થઇ ગયા છે. ત્યારે તમામ જે બેઠક છે તે બેઠક પર પ્રભારીઓની પણ નિમણુક કરવામાં આવી છે. જેના કારણે જે તે વિસ્તારની રાજકીય ,સામાજીક પરિસ્થિતિ અને વર્તમાન પરિસ્થિતિમાં કેટલી ભાજપ તરફ છે અથવા તો મતદારોનો ઝુકાવ કઇ તરફનો છે. તે તમામ સ્થિતિ પર નજર રાખી શકાય તે માટે પ્રભારીઓની નિમણુક કરવામાં આવી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

હાલમાં ઉત્તર ઝોનમાં પ્રભારીઓની નિમણુક કરવામાં આવી છે. ત્યાર બાદ આ જ રીતે મધ્ય ઝોન, દક્ષિણ ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં પણ આ જ રીતે બેઠક પ્રમાણે પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે.

Published On - 9:54 am, Fri, 17 June 22

Next Article