Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોના 14,340 નવા કેસ, 158 મૃત્યુ, 7727 સાજા થયા

|

Apr 26, 2021 | 8:59 PM

Gujarat Corona Update : આજે 26 એપ્રિલે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 5619 નવા કેસ, સુરતમાં 1472 નવા કેસ નોંધાયા.

Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોના 14,340 નવા કેસ, 158 મૃત્યુ, 7727 સાજા થયા
સાંકેતિક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં આજે 26 એપ્રિલે સતત ત્રીજા દિવસે કોરોનાના 14 હજારથી વધુ નવા કેસ સામે આવ્યાં છે તો આજે કોરોનાના કારણે 158 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

14,340 નવા કેસ, 158 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 26 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 14,340 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 158 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 6486 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 5,10,373 થઇ છે. મહાનગરોમાં શહેર અને જિલ્લામાં થયેલા કુલ મૃત્યુ જોઈએ તો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અમદવાદ : શહેરમાં 26, જિલ્લામાં 1 મૃત્યુ
સુરત : શહેરમાં 23, જિલ્લામાં 2 મૃત્યુ
વડોદરા : શહેરમાં 10, જિલ્લામાં 6 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 10, જિલ્લામાં 4 મૃત્યુ
જામનગર : શહેરમાં 7, જિલ્લામાં 7 મૃત્યુ
ગાંધીનગરમાં : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
ભાવનગરમાં : શહેરમાં 2, જિલ્લામાં 2 મૃત્યુ
જુનાગઢ : શહેરમાં 2, જિલ્લામાં 2 મૃત્યુ

અમદાવાદમાં સૌથી વધુ 5619 નવા કેસ
રાજ્યમાં આજે 26 એપ્રિલે મહાનગરોમાં નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 5619, સુરતમાં 1472, રાજકોટમાં 546, વડોદરામાં 528, જામનગરમાં 373, ભાવનગરમાં 361, ગાંધીનગરમાં 188, અને જુનાગઢમાં 137 નવા કેસો સામે આવ્યાં છે.

7727 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 26 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 7727 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,82,426 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 74.93 ટકા થયો છે.

1,21,461 એક્ટીવ કેસ
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 25 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 1,15,006 એક્ટીવ કેસ હતા, જે આજે 24 એપ્રિલે વધીને 1,21,461 થયા છે, જેમાં 412 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,21,049 લોકોની સારવાર ચાલી રહી છે.

આજે 1,59,093 લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 25 એપ્રિલના દિવસે કુલ 1,59,093 લોકોને રસી અપાઈ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 94,35,424 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 20,19,205 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 64,571 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 64,571 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,14,54,424 લોકોને કોરોનાની રસી અપાઈ છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : 1st Mayથી 18 વર્ષથી ઉપરના લોકોને પણ લાગશે Corona Vaccine, ઘર બેઠા આ રીતે કરો CoWIN Portal પર રજીસ્ટ્રેશન

Next Article