1st Mayથી 18 વર્ષથી ઉપરના લોકોને પણ લાગશે Corona Vaccine, ઘર બેઠા આ રીતે કરો CoWIN Portal પર રજીસ્ટ્રેશન

રસીકરણ માટે સૌથી પહેલા દરેકે રજીસ્ટ્રેશન કરાવવાનું રહશે.આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આ બાબતની જાણકારી શેર કરી હતી.

1st Mayથી 18 વર્ષથી ઉપરના લોકોને પણ લાગશે Corona Vaccine, ઘર બેઠા આ રીતે કરો CoWIN Portal પર રજીસ્ટ્રેશન
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 26, 2021 | 5:24 PM

કેન્દ્ર સરકારે 1st May 2021થી Covid-19 Vaccination Driveને વધુ વેગવાન બનાવવા માટે તેના નિયમોમાં  બદલાવ કર્યો છે. 1લી મેથી 18 વર્ષના દરેક નાગરિકને કોરોના વેક્સિન લગાવવામાં આવશે.આમ કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થવાનો છે. રસીકારણ માટે સૌથી પહેલા દરેકે રજીસ્ટ્રેશન કરાવવાનું રહશે. આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આ બાબતની જાણકારી શેર કરી હતી.

28 એપ્રિલ 2021થી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે. અહી નીચે દર્શાવેલા સામાન્ય સ્ટેપ્સને અનુસરીને આપ સરળતાથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.તો ચાલો જાણી લઈએ રજીસ્ટ્રેશનની રીત.

વેક્સિનના રજિસ્ટ્રેશન માટે સરળ 9 સ્ટેપ નીચે મુજબ છે. (1) https://selfregistration.cowin.gov.in આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો. 2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો. 3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે. 4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. 5) ફોટો આઇડી માટે આધારકાર્ડ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી કાર્ડ પણ માન્ય રહેશે. 6) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો. 7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે. 8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે. 9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">