Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 62 નવા કેસ,2 દર્દીના મૃત્યુ, 2.99 લાખ નાગરિકોનું રસીકરણ

|

Jul 05, 2021 | 8:49 PM

Gujarat corona Update : રાજ્યમાં આજે 5 જુલાઈના રોજ 194 અને અત્યાર સુધીમાં કુલ 8,11,491 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના રીકવરી રેટ વધીને 98.49 ટકા થયો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 62 નવા કેસ,2 દર્દીના મૃત્યુ, 2.99 લાખ નાગરિકોનું રસીકરણ
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો સામે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે. રાજ્યમાં આજે 4 જુલાઈના રોજ સતત આઠમાં દિવસે 100 થી ઓછા કોરોનાના નવા કેસો નોધાયા છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 2333 થયા છે.

કોરોના નવા 62 કેસ, 2 દર્દીના મૃત્યુ
રાજ્યમાં આજે 5 જુલાઈના રોજ કોરોનાના નવા 62 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,823 થઇ છે અને મૃત્યુઆંક 10,071 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં કોરોનાને કારણે 1-1 એમ કુલ 2 દર્દીના મૃત્યુ થયા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અમદાવાદમાં 14, સુરતમાં 9 નવા કેસ
રાજ્યમાં આજે 5 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 14, સુરતમાં 9, રાજકોટમાં 8, વડોદરામાં 6, ભાવનગરમાં 5, તથા ગાંધીનગર, રાજકોટમાં 3-3 જામનગરમાં 1 જયારે જુનાગઢ શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

194 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 2333 થયા
રાજ્યમાં આજે 5 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 194 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,,491 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.49 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 2333 થયા છે, જેમાં 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 2324 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 2.99 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 5 જુલાઈના રોજ 2,99,680 લોકોનું રસીકરણ થયું છે જેમાં સુથી વધુ 18-45 વર્ષના 1,48,486 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,71,07,405 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 225 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 8321 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 51,298 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 85,670 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,48,486 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 5680 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

Next Article