Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 129 નવા કેસ, 2 દર્દીના મૃત્યુ, 4.44 લાખ નાગરિકોનું રસીકરણ

|

Jun 24, 2021 | 8:57 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 24 જૂને 500 દર્દીઓ અને અત્યાર સુધીમાં કુલ 8,08,418 દર્દીઓ કોરોનાથી મુક્ત થઇ સાજા થયા છે. રાજ્યમાં રીકવરી રેટ વધીને 98.24 ટકા થયો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 129 નવા કેસ, 2 દર્દીના મૃત્યુ, 4.44 લાખ નાગરિકોનું રસીકરણ
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં 21 જૂનથી 18 થી ઉપરની ઉમરના તમામ લોકોને મફતમાં કોરોના રસી આપવાનું રસીકરણ મહાઅભિયાન “બધાને વેક્સિન, મફત વેક્સિન” શરૂ થયાના આજે ચોથા દિવસે 24 જૂને પણ સાડા ચાર લાખ જેટલા નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં રસીકરણ વધવાની સામે રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

 

આજે 4.44 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે “બધાને વેક્સિન, મફત વેક્સિન” અભિયાન અંતર્ગત 4,44,656 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 2,77,540 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,39,02,371 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 333 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 16992 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 63952 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 74,825 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 2,77,540 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 11014 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

129 નવા કેસ, 2 દર્દીના મૃત્યુ
રાજ્યમાં આજે 24 જૂનના રોજ કોરોનાના નવા 129 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,887  થઇ છે અને મૃત્યુઆંક 10,૦042 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1 અને જુનાગઢ જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં 26 નવા કેસ
રાજ્યમાં આજે 24 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 24, સુરતમાં 16, રાજકોટમાં 10, વડોદરામાં 8, જુનાગઢ અને જામનગરમાં 2-2 કેસ અને ગાંધીનગર શહેરમાં 1 કેસ જયારે ભાવનગર શહેર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોધાયો નથી. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

507 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 4427 થયા
રાજ્યમાં આજે 24 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 500 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,08,418 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.24 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 4427 થયા છે, જેમાં 51 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 4376 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

Next Article