Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના વળતા પાણી, નવા 298 કેસ, 5 દર્દીઓના મૃત્યુ

|

Jun 16, 2021 | 9:32 PM

Gujarat Corona Update : રસીકરણ અભિયાનમાં આજે 16 જૂનના રોજ 2,18,062 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,10,39,716 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના વળતા પાણી, નવા 298 કેસ, 5 દર્દીઓના મૃત્યુ
ફાઈલ ફોટો

Follow us on

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાની પકડ ધીમી પડતી જઈ રહી છે. કોરોનાની બીજી લહેરમાં જે રીતે રાજ્યમાં કોરોનાના કેસો નવી ઉંચાઈએ પહોંચ્યા હતા, એવી જ રીતે હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં અને કોરોનાથી થતા મૃત્યુમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

 

રાજ્યમાં 16 જૂને ઘણા દિવસો પછી કોરોનાના 300થી ઓછા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટીવ કેસ ઘટીને 8,242 થયા છે. નવા કેસ, મૃત્યુ અને એક્ટિવ કેસમાં થઈ રહેલા ઘટાડાથી રાજ્યમાં કોરોનાના વળતા પાણી છે એમ કહી શકાય. જો કે કોરોના સામે સાવધાની રાખવી એટલી જ જરૂરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

298 નવા કેસ, 5 દર્દીઓના મૃત્યુ

રાજ્યમાં આજે 16 જૂનના રોજ કોરોનાના નવા 298 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,21,376 થઈ છે અને મૃત્યુઆંક 10,012 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવિડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, સુરત જિલ્લામાં 1, અને જુનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે 0 દર્દીનું મૃત્યુ થયું છે.

 

અમદાવાદ અને સુરતમાં 46-47 નવા કેસ

રાજ્યમાં આજે 16 જૂનના રોજ અમદાવાદ અને સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 46 અને સુરતમાં 47 નવા કેસ, વડોદરામાં 25, રાજકોટમાં 19, ગાંધીનગરમાં 4, જામનગરમાં 7, જુનાગઢમાં 3 અને ભાવનગર કોરોના વાયરસનો માત્ર 1 નવો કેસ નોંધાયો છે. અન્ય મૃત્યુ રાજ્યના જિલ્લાઓમાંથી છે.

 

935 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં આજે 16 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 935 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,03,122 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.78 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 8,242 થયા છે, જેમાં 209 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 8,033 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

 

આજે 2,18,062 લોકોનું રસીકરણ થયું

રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 16 જૂનના રોજ 2,18,062 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,10,39,716 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 899 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 2306 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 31,721 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 20,195 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,60577 લોકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 2364 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

Next Article