AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના વળતા પાણી, નવા 352 કેસ, 4 દર્દીઓના મૃત્યુ

Gujarat Corona Update : રસીકરણ અભિયાનમાં આજે 15 જૂનના રોજ 2,63,630 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,08,21,654 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના વળતા પાણી, નવા 352 કેસ, 4 દર્દીઓના મૃત્યુ
રચાનાત્મક તસ્વીર
| Updated on: Jun 15, 2021 | 7:50 PM
Share

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાની પકડ ધીમી પડતી જઈ રહી છે. કોરોનાની બીજી લહેરમાં જે રીતે રાજ્યમાં કોરોનાના કેસો નવી ઉંચાઈએ પહોચ્યા હતા, એવી જ રીતે હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં અને કોરોનાથી થતા મૃત્યુમાં ઘટાડો નોધાઇ રહ્યો છે.

રાજ્યમાં 15 જૂને ઘણા દિવસો પછી કોરોનાના 400 થી ઓછા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટીવ કેસ ઘટીને 8884 થયા છે. નવા કેસ, મૃત્યુ અને એક્ટિવ કેસમાં થઇ રહેલા ઘટાડાથી રાજ્યમાં કોરોનાના વળતા પાણી છે એમ કહી શકાય. જો કે કોરોના સામે સાવધાની રાખવી એટલી જ જરૂરી છે.

352 નવા કેસ, 4 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 15 જૂનના રોજ કોરોનાના નવા 352 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,21,078 થઇ છે અને મૃત્યુઆંક 10,૦07 થયો છે.

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, સુરત જિલ્લામાં 1, અને જુનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદ અને સુરતમાં 48-48 નવા કેસ રાજ્યમાં આજે 15 જૂનના રોજ અમદાવાદ અને સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદ અને સુરતમાં 48-48 નવા કેસ, વડોદરામાં 29, રાજકોટમાં 22, ગાંધીનગરમાં 7, જામનગરમાં 6, જુનાગઢમાં 4, અને ભાવનગર કોરોના વાયરસનો માત્ર 1 નવો કેસ નોધાયો છે. અન્ય મૃત્યુ રાજ્યના જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

1006 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 15 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1006 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,02,187 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.70 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 8884 થયા છે, જેમાં 219 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 8665 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે 2,63,630 લોકોનું રસીકરણ થયું રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 15 જૂનના રોજ 2,63,630 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,08,21,654 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 1282 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 2462 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 41,751 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 28,055 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,87,214 લોકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 2866 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">