GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 30 ઓગષ્ટે કોરોનાના નવા 12 કેસ, 13 દર્દીઓ સાજા થયા

|

Aug 30, 2021 | 7:41 PM

રાજ્યમાં આજે 30 ઓગષ્ટના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 13 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,179 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 30 ઓગષ્ટે કોરોનાના નવા 12 કેસ, 13 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update: 12 new cases of corona, 13 patients recovered In Gujarat, on 30 August 2021

Follow us on

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે, તો સાથે એક્ટીવ કેસો પણ ઘટી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કારણે દર્દીઓના મૃત્યુ થવાનું નહીવત થઇ ગયું છે, 6 કે 7 દિવસે એક દર્દીનું મૃત્યુ નોંધાઈ રહ્યું છે. ગઈકાલે 29 ઓગષ્ટે 12 નવા કેસ નોંધાયા તો આજે 30 ઓગષ્ટે પણ 12 નવા કેસ નોંધાયા છે.

કોરોનાના 12 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 30 ઓગષ્ટે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,140 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,081 પર પહોચ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

13 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 151 થયા
રાજ્યમાં આજે 30 ઓગષ્ટના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 13 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,179 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 30 ઓગષ્ટે એક્ટીવ કેસ 150 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર પહોચ્યો છે.

આજે રસીકરણ બંધ રહ્યું
રાજ્યમાં આગામી 29 અને 30 ઓગષ્ટ એમ દિવસ કોરોના રસીકરણ અભિયાન બંધ રહ્યું. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવાયું હતું છે કે રાજ્યમાં હાલ ચાલી રહેલી કોરોના રસીકરણની કામગીરી રવિવાર તા.29 અને સોમવા૨ તા.30 ઓગસ્ટ 2021 ના દિવસે તહેવા૨ને અનુલક્ષીને તે દિવસ પૂરતી બંધ રાખવામાં આવી છે. આ અંગેની નોંધ લેવા સૌ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. કોરોના વેકસીનેશન કામગીરી મંગળવાર તા.31 ઓગસ્ટ 2021 થી ફરી રાબેતા મુજબ ચાલુ રહેશે.

Next Article