Gujarat Corona Update : રાજ્યમાં 11,592 નવા કેસ, 117 દર્દીઓના મૃત્યુ, 14,931 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

|

May 10, 2021 | 7:43 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 10 મે ના રોજ સતત ત્રીજા દિવસે પણ 12 હજારથી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે સતત ત્રીજા સીવે 14 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. 11,592 નવા કેસ, 117 મૃત્યુ રાજ્યમાં આજે 10 મે ના […]

Gujarat Corona Update : રાજ્યમાં 11,592 નવા કેસ, 117 દર્દીઓના મૃત્યુ, 14,931 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 10 મે ના રોજ સતત ત્રીજા દિવસે પણ 12 હજારથી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે સતત ત્રીજા સીવે 14 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.

11,592 નવા કેસ, 117 મૃત્યુ
રાજ્યમાં આજે 10 મે ના રોજ કોરોનાના નવા 11,592 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 117 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 6,92,004 થઇ છે અને મૃત્યુઆંક 8511 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

અમદાવાદ : શહેરમાં 19, જિલ્લામાં 1 મૃત્યુ
સુરત : શહેરમાં 8, જિલ્લામાં 3 મૃત્યુ
વડોદરા : શહેરમાં 7, જિલ્લામાં 5 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 5, જિલ્લામાં 6 મૃત્યુ
જામનગર : શહેરમાં 8, જિલ્લામાં 6 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 4, જિલ્લામાં 0 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 1, જિલ્લામાં 0 મૃત્યુ

અમદાવાદમાં 3194 કેસ, સુરતમાં 823 કેસ
રાજ્યમાં આજે 10 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 2883, સુરતમાં 839, વડોદરામાં 751, જામનગરમાં 333, રાજકોટમાં 319, જુનાગઢમાં 230 અને ભાવનગરમાં 214 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત મહેસાણા જિલ્લામાં 507, વડોદરા જિલ્લામાં 479, જુનાગઢ જિલ્લામાં 284 નવા કેસો નોંધાયા છે.

14,931 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રાજ્યમાં 10 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 14,931 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,47,935 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 79.11 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,36,158 થયા છે, જેમાં 792 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,35,366 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

રાજ્યમાં રસીકરણના કુલ 1,37,49,335 ડોઝ અપાયા
અત્યાર સુધીમાં કુલ 1,03,94,150 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 33,55,185 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. આમ કુલ 1,37,49,335 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 35,180 વ્યકિતઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયુ. અત્યાર સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.(Gujarat Corona Update)

આ પણ વાંચો : કોરોનાકાળમાં હરિયાણા સરકારનો મોટો નિર્ણય, ગરીબોને આપશે 5-5 હજારની સહાય

Next Article