Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 84 નવા કેસ, 3 દર્દીના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 2794 થયા

|

Jul 01, 2021 | 7:57 PM

Gujarat corona Update : રાજ્યમાં આજે 1 જુલાઈના રોજ 300 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્ય સુધીમાં કુલ 8,10,751 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 84 નવા કેસ, 3 દર્દીના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 2794 થયા
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 1 જુલાઈના રોજ સતત ચોથા દિવસે 100 થી ઓછા કોરોનાના નવા કેસો નોધાયા છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 2794 થયા છે.

કોરોના નવા 84 કેસ, 3 દર્દીના મૃત્યુ
રાજ્યમાં આજે 1 જુલાઈના રોજ કોરોનાના નવા 84 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,535 થઇ છે અને મૃત્યુઆંક 10,૦062 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાને કારણે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદમાં માત્ર 18 નવા કેસ
રાજ્યમાં આજે 1 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 18, સુરતમાં 11, વડોદરા અને રાજકોટમાં 4-4 કેસ, જામનગરમાં 3, જુનાગઢમાં 2, કેસ જયારે ગાંધીનગર અને ભાવનગર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોધાયો નથી. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

300 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 2794 થયા
રાજ્યમાં આજે 1 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 300 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,10,751 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.44 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 2794 થયા છે, જેમાં 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 2783 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 2.84 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 1 જુલાઈએ 2,84,791 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 1,50,801 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,59,62,782 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 244 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 8068 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 46,235 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 75,669 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,50,801 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 3774 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

Published On - 7:56 pm, Thu, 1 July 21

Next Article