ગુજરાતમાં કોરોનાના નવા 617 કેસ, 10 લોકોએ જીવ ગુમાવ્યો
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. જેમાં 17 ફેબ્રુઆરીના રોજ નવા 617 કેસ નોંધાયા છે. જ્યારે 10 લોકોએ કોરોના લીધે જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. જેમાં 17 ફેબ્રુઆરીના રોજ નવા 617 કેસ નોંધાયા છે. જ્યારે 10 લોકોએ કોરોના લીધે જીવ ગુમાવ્યો છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ(Ahmedabad) શહેરમાં 198 કેસ સામે આવ્યા…અને 3 દર્દીઓનાં મોત થયા છે.તો વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના 145 નવા કેસ નોંધાયા અને 3 દર્દીઓના મૃત્યુ થયા છે.સુરત શહેર-જિલ્લામાં કોરોનાના માત્ર 38 કેસ નોંધાયા છે સાથે જ રાહતની વાત એ પણ છે કે એક પણ દર્દીનું મોત નોંધાયુ નથી. રાજકોટ શહેર-જિલ્લામાં પણ કોરોનાના માત્ર 29 નવા કેસ મળ્યા. રાજકોટમાં પણ એક પણ દર્દીનું નિધન થયું નથી. તો ગાંધીનગરમાં 23 નવા કેસ નોંધાયા છે. આ તરફ ભરૂચમાં માત્ર 6 કેસ નોંધાયા છે જો કે, એક જ દિવસમાં ભરૂચમાં ત્રણ દર્દીએ દમ તોડ્યો છે. આ ઉપરાંત તાપીમાં પણ એક દર્દીનું નિધન થયું છે.
બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે વધુ 10 લોકોનાં મોત થયા છે.આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,874 પર પહોંચી ગયો છે..તો એક દિવસમાં 1,885 દર્દી સાજા થયાં છે.અત્યાર સુધીમાં 12 લાખ 02 હજાર 089 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટીવ કેસનો આંકડો પણ 7 હજાર નીચે પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં કુલ 6,736 એક્ટીવ કેસ છે જેમાંથી 53 દર્દી વેન્ટીલેટર પર છે અને 6 હજાર 683 દર્દીની હાલત સ્થિર છે.
આ પણ વાંચો : ગુજરાતની નગરપાલિકા વિસ્તારોમાં કરવેરા રાહત, પ્રોત્સાહક વળતર યોજના જાહેર
આ પણ વાંચો : ભાવનગરથી સાબરમતી વાયા બોટાદ ઇન્ટરસીટી ટ્રેનની લોકો જોઈ રહ્યા છે રાહ