ગુજરાતમાં(Gujarat) 25 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona) કેસમાં વધારો થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 16608 નવા કેસ નોંધાયા છે. તેમજ 28 લોકોએ જીવ ગુમાવ્યો છે.જેમાં અમદાવાદ(Ahmedabad) શહેરમાં સૌથી વધુ 5303 કેસ નોંધાયા અને 10 દર્દીનાં મોત થયા. વડોદરા શહેરમાં 3041 કેસ અને 2 દર્દીનાં મૃત્યુ નિપજ્યા છે. રાજકોટ શહેરમાં કોરોનાના 1376 નવા દર્દી મળ્યાં. સુરત શહેરમાં 1004 કેસ અને 2 દર્દીનાં મૃત્યુ થયા તો સુરત જિલ્લામાં નવા 472 કોરોના કેસ સાથે 3 દર્દીનાં મોત થયા. જ્યારે જામનગર શહેરમાં 357 કેસ નોંધાયા અને 2 દર્દીનાં મૃત્યુ નિપજ્યા. મહેસાણામાં 277 કેસ અને એક દર્દીનું નિધન થયું તો ભરૂચમાં 273, મોરબીમાં 254, કચ્છમાં 244 અને વલસાડમાં 238 કોરોના કેસ સામે આવ્યા છે. જેમાં કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર નવા કેસ કરતા વધારે દર્દી સાજા થયા રાજ્યમાં 24 કલાકમાં 17467 દર્દી સાજા થયા.
ગુજરાતમાં 1.34 લાખથી વધારે કોરોનાના એક્ટિવ કેસ થયા છે જે પૈકી 255 દર્દી વેન્ટીલેટર પર અને 1 લાખ 34 હજાર છ દર્દી સ્વસ્થ થયા છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર નવા કેસ કરતા વધારે દર્દીઓ સ્વસ્થ થયા. અમદાવાદ શહેરમાં કોરોનાના 5303 પોઝિટિવ કેસ સામે આવ્યા તો 24 કલાકમાં 5978 દર્દી સારવાર બાદ સાજા થયા થયા. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાથી 10 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં 83 નવા કોરોના પોઝિટિવ દર્દી મળ્યાં. જેની સામે 124 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે
રાજ્ય સહિત ભાવનગર જિલ્લામાં પણ કોરોનાના કેસ તબક્કાવાર ઘટી રહ્યા છે જિલ્લામાં 20 જાન્યુઆરીના 587 પોઝિટિવ કેસ નોંધાયા બાદ છેલ્લા 5 દિવસથી કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં હાલ 322 કેસ નવા સામે આવ્યા છે અને 236 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. કોરોના કેસ ઘટ્યા છતા પણ પ્રજાજનોને તંત્રએ સાવચેતી રાખવાની અપીલ કરી છે
જો આગામી દિવસોમાં પણ કેસમાં ઘટાડો યથાવત્ રહેશે તો પીક પસાર થઈ રહી હોવાનું માની શકાશે, જેનો સીધો અર્થ એ થશે કે રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો ઓસરી રહ્યો છે, જોકે મૃત્યુની સંખ્યા હજુ પણ ચિંતાનું કારણ છે.
આ પણ વાંચો : Gujarat માં આદિવાસી પ્રમાણપત્રને લઇને વિસંગતતા, કોંગ્રેસે બેઠકમાંથી વોક આઉટ કર્યું
આ પણ વાંચો : GPSC પરીક્ષાની તૈયારી કરતી પત્નિના રહસ્યમય મોત બાદ તળાવમાં ઝંપલાવી પતિનો પણ આપઘાત
Published On - 7:30 pm, Tue, 25 January 22