ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા 13805 કેસ, 25 લોકોના મૃત્યુ

|

Jan 24, 2022 | 8:39 PM

ગુજરાતમાં 24 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 13805 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 25 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા 13805 કેસ, 25 લોકોના મૃત્યુ
Gujarat Corona Update (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat) 24 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona)  નવા 13805 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 25 લોકોએ જીવ ગુમાવ્યો છે.જેમાં અમદાવાદમાં(Ahmedabad)  સૌથી વધુ 4,361 કેસ નોંધાયા, વડોદરામાં પણ 2,534 નવા દર્દીઓ મળ્યા જ્યારે સુરતમાં કોરોનાના 1,1136 નવા કેસ નોંધાયા છે. તેમજ ગુજરાતમાં પાછલા 24 કલાકમાં 13,469 લોકો સાજા થયા છે. તેમજ રાજ્યમાં રિકવરી રેટ 86.49 ટકાએ પહોંચ્યો છે. તેમજ એક્ટિવ કેસની સંખ્યા 1.35 લાખને પાર પહોંચી છે.આ ઉપરાંત ગુજરાતના જિલ્લાઓમાં કેસની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 4441 , વડોદરા જિલ્લામાં 3255 , સુરત જિલ્લામાં 1374 , રાજકોટ જિલ્લામાં 1149, ગાંધીનગર જિલ્લામાં 0473, ભાવનગર જિલ્લામાં 0322, જામનગર જિલ્લામાં 0183 અને જૂનાગઢ જિલ્લામાં 85 કેસ નોંધાયા છે.

Gujarat Corona City Update

અમદાવાદ શહેરમાં 4,361 કેસ નોંધાયા અને સર્વાધિક 6 દર્દીનાં મૃત્યુ નિપજ્યા. તો વડોદરા શહેરમાં કોરોના નવા 2,534 કેસ સામે આવ્યા અને 3 દર્દીઓના મોત થયા છે.સુરત શહેરમાં પણ 1,136 નવા કેસ અને 3 દર્દીનાં મોત થયા. રાજકોટ શહેરમાં 889 નવા કોરોના દર્દી મળ્યા અને 2 દર્દીએ જીવ ગુમાવ્યા. તો વડોદરા જિલ્લામાં 721 નવા કેસ નોંધાયા અને એક વ્યક્તિનું મોત થયું છે ગાંધીનગરમાં 325 કેસ મળ્યા. ભાવનગર શહેરમાં 295 કેસ નોંધાયા અને એક દર્દીનું નિધન થયું તો કચ્છમાં 282 નવા મામલા સામે આવ્યા અને એક વ્યક્તિનું મોત થયું. જામનગરમાં 140 નવા કેસ સામે આવ્યા.જ્યારે ત્રણ લોકોનાં મોત થયા છે.મહેસાણા અને વલસાડમાં કોરોનાની સ્થિતિ સતત વિકટ થઈ રહી છે.

મહેસાણામાં કોરોનાના 231 નવા દર્દી મળ્યા અને એકનું મોત થયું.તો વલસાડમાં 141 નવા કેસ નોંધાયા અને એક દર્દીનું મોત થયું.બીજી તરફ રાજ્યમાં પાછલા 24 કલાકમાં 13,469 દર્દી સારવાર બાદ સાજા થયા. ગુજરાતમાં કોરોનાના 1 લાખ 35 હજારથી વધુ એક્ટિવ કેસ થયા છે જે પૈકી 284 કોરોના દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે અને 1 લાખ 34 હજારથી વધુ દર્દીની સ્થિતિ સ્થિર છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અમદાવાદમાં કોરોના કેસ પાછલા પાંચ-છ દિવસની સરખામણીએ ભલે ઓછા થયા હોય. પરંતુ રાજ્યમાં હજી પણ સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યા છે.અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4,361 નવા કેસ નોંધાયા.રાજ્યમાં સર્વાધિક 6 દર્દીઓનાં મૃત્યુ પણ અમદાવાદમાં નોંધાયા છે.અમદાવાદ શહેરમાં 4,340 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહીં 80 નવા કેસ સામે આવ્યા અને 140 દર્દીઓ સ્વસ્થ થતાં ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચો : Anand : બોરસદ મામલતદાર કચેરીમાં કોરોના બ્લાસ્ટ, 11 કર્મચારી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો :  Ahmedabad: ધર્મની બહેન બનાવી તેની પુત્રી પર નજર બગાડી, સંબંધી બનીને વારંવાર દુષ્કર્મ આચરનાર પકડાયો

Published On - 7:47 pm, Mon, 24 January 22

Next Article