Gujarat Corona : ભરુચમાં 500 કરતા વધારે મોત અને ચોપડે માત્ર 36 ! મોતનાં આંકડા ફાડી રહ્યા છે મોઢુ

|

Apr 16, 2021 | 5:27 PM

Gujarat Corona : વડોદરાની હોસ્પીટલમાં છેલ્લા નવ દિવસથી ઓછામાં ઓછા 180 લોકોના મૃત્યુ થયા છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ તંત્ર દ્વારા જે આંકડાઓ જારી કરવામાં આવે છે તેમાથી કહી શકાય કે રોજના સરેરાશ 25 મૃત્યુનો દાવો કરી શકાય છે. જો કે મૃત્યુદર આથી પણ વધુ હોઈ શકે છે.

Gujarat Corona : ભરુચમાં 500 કરતા વધારે મોત અને ચોપડે માત્ર 36 ! મોતનાં આંકડા ફાડી રહ્યા છે મોઢુ
સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે રાહ જોતાં મૃતકોના પરિવારજનોએ

Follow us on

Gujarat Corona : વડોદરાની હોસ્પીટલમાં છેલ્લા નવ દિવસથી ઓછામાં ઓછા 180 લોકોના મૃત્યુ થયા છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ તંત્ર દ્વારા જે આંકડાઓ જારી કરવામાં આવે છે તેમાથી કહી શકાય કે રોજના સરેરાશ 25 મૃત્યુનો દાવો કરી શકાય છે. જો કે મૃત્યુદર આથી પણ વધુ હોઈ શકે છે.

સુરતના એક સ્મશાનમાં બુધવારની રાત્રે એક સાથે 5-5 લાશોને એક જ ચિતા પર અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા.જેથી કરીને સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી ન પડે. આ સ્થિતિ માત્ર મોટા શહેરોની જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના સ્મશાન ઘાટની છે. સ્મશાન ઘાટ 24 કલાક સળગતું રહે છે, તેમ છતાં લાશોની હરોળ ઓછી થતી નથી. મોટાભાગના મોત કોરોના વાયરસને કારણે થયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્મશાનગૃહમાં મૃતદેહો પહોંચવાની સંખ્યામાં અને કોરોના વાયરસથી થયેલા મૃત્યુ પછીના સત્તાવાર આંકડાઓમાં તફાવત છે.

ચાર મહાનગરોની જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા રોજના 25 જેટલા મૃત્યો દર્શાવવામાં આવે છે પરંતુ હકીકતનો આંકડો આનથી પણ વધારે છે.
7થી 15 એપ્રિલ વચ્ચે 90 મૃત્યુ
મધ્ય ગુજરાતનાં સૌથી મોટા હોસ્પિટલ, SSG હોસ્પિટલમાં છેલ્લા નવ દિવસમાં કોવિડ ICUના ઓછામાં ઓછા 180 લોકોના મૃત્યુ થયા છે. ભરૂચમાં 8 દિવસમાં 260 કોરોના દર્દીઓએ દમ તોડ્યો હતો અને અહી સરકારી આંકડાઓમાં માત્ર 36નો આંકડો દર્શાવ્યો હતો.
વડોદરાની બીજી મોટી હોસ્પિટલ, જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રીના આંકડા જોઈએ તો એકલા 7 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન કોવિડ આઈસીયુમાં 90 લોકોનાં મોત થયાં છે, જ્યારે ચોથા દિવસે ઓછામાં ઓછા 15 લોકો દરરોજ મૃત્યુ પામે છે. અને પાંચમા માળે કોરોના ICUમાં રોજના ઓછામાં ઓછા 15 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વડોદરાની આ બંને સરકારી હોસ્પિટલોમાં એક અઠવાડિયામાં જ 350 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ભરૂચના સ્મશાનગૃહના રજિસ્ટરને જોતા, કોરોનાથી એક અઠવાડિયામાં 260 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે જિલ્લામાં સત્તાવાર મૃત્યુ માત્ર 36 છે. નર્મદા નદીના કાંઠે અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકીએ કહ્યું, ‘છેલ્લા એક અઠવાડિયાથી, 22-25 કોરોના મૃત્યુના મૃતદેહોનું દૈનિક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. દરરોજ લગભગ 7,500 કિલો લાકડું સપ્લાય કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદના 10 સ્મશાનમાં 100 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

શરૂ કરાયા ત્રણ નવા સ્મશાન

સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ ઓછામાં ઓછા 50 કોરોના દર્દીઓના મૃતદેહ તેમના પરિવારોને આપવામાં આવી રહ્યા છે. બે દિવસમાં આ આંકડો સો થઈ ગયો છે. રાજકોટ જિલ્લામાં પણ 8મી એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન કોવિડની હોસ્પિટલોમાં 298 થી વધુ લોકોના મોત નોંધાયા છે, પરંતુ કાગળ પર માત્ર 57 મોત નોંધાયા છે.

ગુરુવારે રાજકોટમાં અન્ય 82 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સુરતના બે મોટા સ્મશાન ઘાટમાં દરરોજ 5 એપ્રિલથી 13 એપ્રિલ સુધીમાં 80 જેટલા અંતિમ સંસ્કાર થયા હતા. અહીં ત્રણ નવા સ્મશાનગૃહ પણ શરૂ કરાયા છે. નવા બનેલા પાલા સ્મશાનગૃહમાં દરરોજ ઓછામાં ઓછા 20 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે.

ગુરુવારે સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડામાં 25 લોકોના મોત નિપજ્યા છે. “તે સાચું છે કે સરકારી ડેટામાં કોરોના મૃત્યુ ઓછા દેખાઈ રહ્યા છે,” આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. સુરતમાં એક સમયે પાંચ મૃતદેહોને બાળી નાખવા માટે 18 ફુટ લાંબી અને આઠ ફુટ પોહળી ચિતા બનાવવામાં આવી છે. જેમાં મૃતદેહને ફૂટના અંતરે મૂકીને સળગાવવામાં આવી રહ્યા છે.

Published On - 3:51 pm, Fri, 16 April 21

Next Article