Breaking News: ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, અમરેલી 11.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, આગામી દિવસોમાં ઠંડી વધશે

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા હોવાથી લોકોને આગામી દિવસોમાં વધુ ઠંડીનો અનુભવ થઈ શકે છે.

Breaking News: ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, અમરેલી 11.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, આગામી દિવસોમાં ઠંડી વધશે
| Edited By: | Updated on: Nov 21, 2026 | 1:05 PM

ગુજરાતમાં ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમરેલી 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યારે નલિયામાં 11.8 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ, હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની આગાહી કરી છે.

અમરેલીમાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં ઠંડીનો પારો સતત નીચે જઈ રહ્યો છે. તાપમાનના આંકડા મુજબ અમરેલીમાં સૌથી ઓછું 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે કચ્છના નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાતા ત્યાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વહેલી સવારે ઠંડા પવનોને કારણે લોકો ગરમ કપડાંનો સહારો લેતા થયા છે.

રાજકોટ અને વડોદરામાં પણ ઠંડીનો અહેસાસ

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે વડોદરામાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના અનેક શહેરોમાં સામાન્ય કરતાં તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા ઠંડીની અસર વધુ વર્તાઈ રહી છે. ખાસ કરીને વહેલી સવારે કામકાજ માટે નીકળતા લોકો અને વાહનચાલકોને ઠંડા વાતાવરણનો સામનો કરવો પડી રહ્યો છે.

આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા હોવાથી લોકોને આગામી દિવસોમાં વધુ ઠંડીનો અનુભવ થઈ શકે છે. નવેમ્બર મહિનાના અંતિમ દિવસો નજીક આવતાં શિયાળાની અસર વધુ સ્પષ્ટ બની રહી છે. ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.

ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો જમાવટ પકડી શકે

નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં તાપમાનનો પારો વધુ નીચે જવાની શક્યતા છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે રાજ્યમાં શિયાળો વધુ જમાવટ પકડી શકે છે. જોકે, આગામી દિવસોમાં ઠંડી કેટલી વધશે તેનો આધાર પવનની દિશા અને હવામાનની સ્થિતિ પર રહેશે. હાલ તો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતાં લોકો શિયાળાની મોસમનો અનુભવ કરી રહ્યા છે.

આ પણ વાંચો- Tulsi Vivah 2026 : આજે તુલસી માતાના લગ્ન! જાણો શુભ મુહૂર્તથી લઈને પૂજા વિધિ સુધીની સંપૂર્ણ માહિતી

Published On - 1:03 pm, Sat, 21 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.