ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ શરૂ

|

Sep 16, 2021 | 2:37 PM

ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરીને અમલમાં મુકવામાં આવી છે . તેમજ આજે 22 જેટલા મંત્રીઓ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે.

ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ શરૂ
Gujarat CM Bhupendra Patel new cabinet sworn in 22 ministers to be sworn in

Follow us on

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથ વિધિ શરૂ થઈ છે. જેમાં ગાંધીનગર રાજભવન ખાતે શપથવિધિ કાર્યક્રમની શરૂઆત થઈ છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરીને અમલમાં મુકવામાં આવી છે . તેમજ આજે 24   મંત્રીઓએ  હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા.

કેબિનેટ  કક્ષાના  મંત્રીઓ 
1.રાજેન્દ્ર ત્રિવેદી , 2.જીતુ વાઘાણી , 3.રુષિકેશ પટેલ , 4.પૂ્ર્ણેશ મોદી , 5.રાઘવજી પટેલ, 6.કનુભાઈ દેસાઈ , 7.કિરીટસિંહ રાણા, 8.નરેશ પટેલ, 9.પ્રદીપ પરમાર, 10.અર્જુનસિંહ ચૌહાણ

રાજ્ય કક્ષાના મંત્રીઓ
11.હર્ષ સંઘવી , 12.જગદીશ પંચાલ, 13.બ્રિજેશ મેરજા, 14.જીતુ ચૌધરી, 15.મનીષા વકીલ, 16.મુકેશ પટેલ, 17.નિમિષા સુથાર, 18 અરવિંદ રૈયાણી, 19.કુબેર ડીંડોર, 20.કીર્તિસિંહ વાઘેલા, 21.ગજેન્દ્રસિંહ પરમાર, 22. રાઘવજી મકવાણા , 23.વિનોદ મોરડીયા ,24.દેવા ભાઈ માલમ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫ અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.

રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ, શ્રી પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઇ પટેલ, શ્રી કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષાબહેન વકીલ એ શપથ ગ્રહણ કર્યા હતાં.

જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશભાઇ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા,વિનોદભાઇ મોરડીયા અને દેવાભાઇ માલમએ શપથ ગ્રહણ કર્યા હતાં.

આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક શ્રી પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, અગ્ર સચિવઓ, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યઓ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Google Maps Speed Limit Warning : રસ્તાની ઝડપ મર્યાદા પણ બતાવશે આ ફિચર, આ રીતે કરો એક્ટિવેટ

આ પણ વાંચો : અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, ગૃહ વિભાગનો આદેશ

Published On - 1:35 pm, Thu, 16 September 21

Next Article