ગુજરાતના(Gujarat) મુખ્યસચિવ પંકજકુમારને(Pankaj Kumar) પણ સરકારે આઠ મહિનાનું એક્સટેન્શન(Extension) આપ્યું છે. તેમને 31 જાન્યુઆરી 2023 સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેમને આઠ મહિનાના એક્સટેન્શનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જો કે ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજકુમાર એક્સટેન્સન મળતા તેવો 2022ની વિધાનસભા ચૂંટણીમાં વ્યવસ્થાને મદદરૂપ થશે. તેમજ નવી સરકારનું ગઠન થશે ત્યાં સુધી તેવો ચીફ સેક્રેટરી રહેશે.ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજકુમાર વર્ષ 1986 બેન્ચના આઇએએસ અધિકારી છે.તેમણે આઈઆઈટી કાનપુરમાંથી બી.ટેક (સિવિલ એન્જિનિયરિંગ) અને આઈસીપીઈ, લ્યુબ્લજાનામાંથી એમબીએ (પબ્લિક પોલિસી એન્ડ મેનેજમેન્ટ)નો અભ્યાસ કર્યો છે.
તેઓ મહેસૂલ, ગૃહ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ અને આપત્તિ અને રાહત વ્યવસ્થાપન જેવા વિવિધ વિભાગોમાં વિવિધ ક્ષમતાઓમાં બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB), ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વગેરે જેવા રાજ્ય PSUsમાં પણ સેવા આપી છે. તેમણે અનેક જિલ્લાઓમાં કલેક્ટર અને DDO તરીકે પણ કામ કર્યું છે. તેવો મુખ્યમંત્રીના અગ્ર સચિવ રહ્યા છે. ગુજરાત મુખ્ય સચિવ તરીકે તેમની નિમણૂક થઇ તે પૂર્વે તેમણે ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કામ કર્યું હતું.
તેમણે મહેસૂલ વિભાગમાં શ્રેણીબદ્ધ સુધારાઓનું નેતૃત્વ કર્યું જેમાં ઓનલાઈન પોર્ટલ iORA ના વિકાસનો સમાવેશ થાય છે જે ઓનલાઈન બિન-કૃષિ (NA) પરવાનગી અને ખાસ કરીને જમીન પ્રીમિયમ ચુકવણીની સુવિધા આપે છે. તેમણે વધુ ખુલ્લા, પારદર્શક અને જવાબદાર બનવા માટે કાર્યકારી સંસ્કૃતિમાં ફેરફારોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ખાસ કરીને રાષ્ટ્રીય આફતો દરમિયાન શાસનમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. તેમને ગુજરાત રાજ્ય માટે કોવિડ-19 પ્રવૃત્તિઓ સંબંધિત સમગ્ર કાર્ય માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને માર્ગદર્શન અને દેખરેખ રાખવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.
રાજ્યના મુખ્ય સચિવ તરીકેની તેમની જવાબદારી ઉપરાંત, તેઓ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન પણ રહ્યા છે. ગુજરાત ગેસ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી છે.
આ પૂર્વે આજે રાજ્યના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ પણ લંબાવાયો છે, તેમનો કાર્યકાળ 31 મે એ પુર્ણ થયો હતો. પરંતુ તેને હવે 8 મહિનાનુ એક્સેન્ટેશન મળતા હવે તેઓ 31 જાન્યુઆરી સુધી રાજ્યના પોલીસ વડા તરીકે કાર્યરત રહેશે.તમને જણાવી દઈએ કે, IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.