Gandhinagar: દુબઈ જતા પહેલાં CM ની આજે કેબિનેટ બેઠક, ઓમિક્રોનની આફત અને વાયબ્રન્ટની તૈયારીઓની થશે ચર્ચા

|

Dec 07, 2021 | 8:38 AM

Gujarat: સીએમ ભૂપેન્દ્ર પટેલના દુબઈ પ્રવાસના એક દિવસ પહેલા આજે ગુજરાત કેબિનેટની બેઠક મળવાની છે. તો આજે વાયબ્રન્ટ ગુજરાત અને ઓમિક્રોનને લઈને ચર્ચા થવાની વાત સામે આવી છે.

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આવતીકાલથી બે દિવસના દુબઈ-યુએઈના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યારે તે પૂર્વે આજે કેબિનેટની બેઠક યોજશે. આજે બોલાવાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને ઓમિક્રોનનું સંક્રમણ રોકવા લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરશે. આ સાથે વાયબ્રન્ટ સમિટની તમામ તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે.

જાહેર છે કે રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો છે. ઝડપથી ફેલાનારા ઓમિક્રોન સામે લડવા રાજ્ય સરકારે સારવાર-તબીબી સુવિધા સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ ઓમિક્રોન સામે નિયંત્રણો વધારવા અને સ્કૂલો બંધ કરવા સહિતની બાબતો અંગે હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સરકાર હાલ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટની તમામ તૈયારીઓ આગળ વધારી છે. તો આ મામલે ગાંધીનગર કલેકટરે જાહેરનામું બહાર પાડયું છે. આ ગાઇડલાઇન પ્રમાણે UK , બ્રાઝીલ સહિત 8 દેશોમાંથી આવતા લોકોને હવે ક્વોરન્ટાઇન કરવામાં આવશે. RTPCR ટેસ્ટ પોઝિટિવ આવશે તો હેલ્થ સેન્ટરમાં આવા તમામ લોકોને લઇ જવામાં આવશે.

તો ટેસ્ટ નેગેટિવ આવશે તો 8 દિવસ કવોરન્ટાઇન રહેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. વ્યક્તિ જાતે ખર્ચો કરીને પણ રહી શકે છે. જેની માટે 1 હોટેલની ફાળવણી કરાઈ છે. તો આવા લોકો માટે હોમ ક્વોરરન્ટાઇનની મંજૂરી આપવામાં આવી છે. આ માટે સરકારી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.

 

આ પણ વાંચો: ચેતવણી: 40 વર્ષની ઉંમરે પુરુષોને ઘેરી લે છે આ ખતરનાક 5 બીમારીઓ, જાણો તેના લક્ષણો

આ પણ વાંચો: જામનગરમાં નિસ્વાર્થ ભાવે LRD ઉમેદવારોને ટ્રેનિંગ આપી રહ્યા છે આ આર્મીમેન, જાણીને તમને પણ થશે ગર્વ

Next Video