Breaking News : ખેડૂતો માટે રાહતના સમાચાર ! ગુજરાત સરકાર ડુંગળી-બટાકાના ખેડૂતો માટે સહાય જાહેર કરશે, કેબિનેટની બેઠકમાં અપાઇ મંજૂરી

ગુજરાત સરકાર ડુંગળી-બટાકાના ઘટતા ભાવને લઇને ખેડૂતોની વહારે આવી છે. ગુજરાત સરકાર ડુંગળી-બટાકાના ખેડૂતો માટે સહાયની જાહેરાત કરશે. કેબિનેટની બેઠકમાં સહાય મુદ્દે મંજૂરી આપવામાં આવી છે.

Breaking News : ખેડૂતો માટે રાહતના સમાચાર ! ગુજરાત સરકાર ડુંગળી-બટાકાના ખેડૂતો માટે સહાય જાહેર કરશે, કેબિનેટની બેઠકમાં અપાઇ મંજૂરી
Follow Us:
| Updated on: Mar 01, 2023 | 3:37 PM

ગુજરાત સરકાર ડુંગળી-બટાકાના ઘટતા ભાવને લઇને ખેડૂતોની વહારે આવી છે. ગુજરાત સરકાર ડુંગળી-બટાકાના ખેડૂતો માટે સહાયની જાહેરાત કરશે. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં સહાય મુદ્દે મંજૂરી આપવામાં આવી છે. સાંજ સુધીમાં સહાય અંગેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્યારે આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી. જેમાં બનાસકાંઠામાંથી બટાકા પકવતા ખેડૂતો માટે ધારાસભ્યએ રજૂઆત કરી હતી. બનાસકાંઠામાંથી બટાકાના ખેડૂતો અને ભાવનગરમાંથી ડુંગળી પકવનારા ખેડૂતો પરેશાન થઇ રહ્યા હોવાની વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર મુદ્દો AAP દ્વારા દિલ્હીમાં ઉછાળવામાં આવ્યો હતો. તેની પણ અસર ભાવનગરમાં જોવા મળી હતી. કિસાન સંઘ દ્વારા પણ આ અંગે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે આ અંગે કોઇ સૈદ્ધાંતિક નિર્ણય આવી શકે છે.

કેબિનેટની બેઠકમાં ડુંગળી-બટાકાના ઘટતા ભાવને લઇને ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં ડુંગળી-બટાકાના ઘટતા ભાવને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડુંગળી-બટાકા પકવતા ખેડૂતોને સહાય આપવા માટેની સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. ત્યારે નિર્ણય અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી બનાસકાંઠા અને ભાવનગરના ખેડૂતોને મોટી રાહત મળે તેવી શક્યતા છે.

AAP દ્વારા દિલ્હીમાં ઉછાળવામાં આવ્યો મુદ્દો

મહત્વનું છે કે ભાવનગરમાં ડુંગળીના સતત ગગડી રહેલા ભાવને કારણે જગતના તાતની આર્થિક હાલત વધુ કફોડી થઇ છે. ત્યારે 26 ફેબ્રુઆરીએ ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સમક્ષ ખેડૂતોએ તેમની વ્યથા રજૂ કરી હતી. ખેડૂતોએ ભગવંત માનને જણાવ્યું હતુ કે ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો પાકનો નાશ કરવા મજબૂર બન્યા છે.

ખેડૂતોની રજૂઆતની સામે ભગવંત માને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદીની તૈયારી બતાવી હતી. ભગવંત માને ખેડૂતોને આગામી 2 સપ્તાહ સુધી ડુંગળીના પાકનો નાશ ન કરવા જણાવ્યું હતુ. ભગવંત માને કહ્યું કે તેઓ તેમના અધિકારીઓ સાથે વાતચીત કરશે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્લી સરકાર ડુંગળીની ખરીદી કરશે તેવું આશ્વાસન પણ ભગવંત માને ખેડૂતોને આપ્યું હતુ.

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">