GUJARAT : હવે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે, કર્ફયૂના સમયમાં કોઇ ફેરફાર નહીં

GUJARAT :  રાજયના મુખ્યપ્રધાનને વેપારીઓને સારા સમાચાર આપ્યા છે. હવે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે, કર્ફયૂના સમયમાં કોઇ ફેરફાર નહીં.

| Updated on: Jun 02, 2021 | 7:54 PM

GUJARAT :  રાજયના મુખ્યપ્રધાનને ધંધા-રોજગાર અને વેપારીઓ માટે સારા સમાચાર આપ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા. 4 જૂન થી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આનિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે.

 

 

અત્યારસુધી સવારે 9થી 3 વાગ્યા સુધી લારી-ગલ્લા-વેપારીઓને છૂટ હતી

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધ્યું હતું. જેથી ગુજરાત સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં કેસ ઘટતાં આંશિક લોકડાઉનમાંથી અનલોકની શરૂઆત કરવામાં આવી છે. 36 શહેરના તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ છે, જેને કારણે વેપારીઓને રાહત થઇ છે. અને ગુજરાતમાં ફરી ધંધા-રોજગાર ધમધમતા થશે.

હાલમાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં
ગુજરાતમાં 6 મેથી વધુ 7 શહેર સાથે કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો હતો. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. ત્યાર બાદ તેમાં વધુ 8 શહેરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ 36 શહેરોમાં 11 જૂન સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે.

રાજયમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા લેવાયો નિર્ણય

કોરોનાની બીજી લહેર બાદ રાજયમાં આંશિક લોકડાઉન લાગ્યું હતું. અને, રાજયમાં 36 શહેરોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. પરંતુ, હવે ધીરેધીરે રાજયમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેથી સરકારે વેપાર-ધંધા-લારીગલ્લાઓને ચાલુ રાખવાની છુટ આપી છે. નોંધનીય છેકે બીજી લહેરના કહેરમાં રાજયમાં એક સમયે 11થી 12 હજાર કેસ સામી આવ્યા હતા. જયારે હવે 1400 થી 1500ની આસપાસ કેસો નોંધાઇ રહ્યા છે. પરંતુ, હજુ પણ ત્રીજી લહેરની દહેશતથી લોકોમાં ડરનો માહોલ ચોક્કસ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">