Gujarati NewsGujaratGujarat Budget 2025 Total provision of Rs 23385 crore riupess for health and family welfare
Gujarat Budget 2025 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 23,385 કરોડ રુપિયાની જોગવાઈ
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગત વર્ષના 20100 કરોડના બજેટમાં 16.35 કરોડનો વધારો કરાયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 2 કરોડ 67 લાખ લોકોને કેસલેસ સારવાર માટે 3676 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જીએમઇઆરએસ મેડીકલ હોસ્પીટલ માટે 1392 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીનચેપી રોગ અને અન્ય સમસ્યાઓના નિવારણ માટે 400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વડોદરા રાજકોટ સુરત ખાતે કાર્ડીઆક અને યુરોલોજી સેવા માટે 231 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વલસાડ, હિંમતનગર, પોરબંદર, ગોધરા ખાતે કેન્સરની સારવાર શરૂ કરવા માટે 198 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ અમદાવાદ, વડોદરા, જામનગરમાં સરકારી મેડીકલ કોલેજના પીજી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા 137 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પીટલ માં નવા. તબીબી સાધનો માટે 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ₹23,385 કરોડ ની ફાળવણી કરવામાં આવી છે. પાછલા બજેટ કરતા 16.35% નો વધારો કરાયો છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત – PMJAY)
70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો, ગરીબ અને મધ્યમ વર્ગ માટે ₹3676 કરોડની ફાળવણી કરવામાં આવ્યો છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ ૨.૬૭ કરોડથી વધુ નાગરિકોને રોકડ રહિત સારવાર સુવિધા.
બીપીએલ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો
આ યોજના સાથે વધુ હોસ્પિટલોને જોડવાની યોજના
તબીબી માળખાગત સુવિધાઓ અને હોસ્પિટલોનો વિકાસ
GMERS સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે ₹1,392 કરોડની ફાળવણી.
વડોદરા ખાતે મલ્ટી-સ્પેશિયાલિટી અને કાર્ડિયાક સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે બજેટમાં જોગવાઈ.
ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સુવિધાઓનું વિસ્તરણ.
વડોદરા, સુરત, અમદાવાદ અને ભાવનગરમાં મેડિકલ સિટી (મેડીસિટી) બનાવવાની યોજના.
વડોદરા અને ગાંધીનગરમાં નવી 200 બેડની કેન્સર હોસ્પિટલો.