GSEB 12th Result 2021: ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર

|

Jul 31, 2021 | 8:32 AM

GSEB 12th Result 2021: ગુજરાત બોર્ડના સામન્ય પ્રવાહમાં ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે.હાલ,માત્ર શાળાઓ જ વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ જોઈ શકશે.

GSEB 12th Result 2021: ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Gujarat Board GSEB 12th: ધોરણ.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવી ગયો છે. ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે.  શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ result.gseb.org પર ધો.12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ,માત્ર શાળાઓ જ વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ જોઈ શકશે.

આ પરિણામ જે તે સ્કૂલો પોતાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરીને જોઇ શકશે તો શાળાઓએ વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરીને તેની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે. મહત્વપૂર્ણ છે કે કોરોનાને કારણે આ વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે.

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

પરિણામ પર એક નજર કરતાં… 

691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ
35,288 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ

82,010 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ
1,29,781 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ
1,08,299 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવે છે કે રાજ્ય સરકારે (Gujarat Government) ધોરણ-12 સામાન્ય પ્રવાહ (Class 12 Generel Stream) , વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના વર્ષ -2021 ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ્દ કરીને શિક્ષણ વિભાગના તા.19-06-2021 ના ઠરાવથી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 31 જુલાઇ: નજીકના લોકો સાથેની મુલાકાત સાબિત થશે લાભદાયી, શેર બજારમાં થશે રોકાણ

આ પણ વાંચો: Ahmedabad : કોરોના કાળમાં ભૂલકાંઓને કેમ સ્કૂલે બોલાવ્યા ? નવરંગપુરાની શાંતિ જુનિયર્સ સ્કુલની બેદરકારી 

Published On - 7:22 am, Sat, 31 July 21

Next Article