Gandhinagar: પ્રદેશ ભાજપની આજે મળશે કારોબારી બેઠક, આગામી ચૂંટણીને લઈને ઘડાશે રણનીતિ!

| Edited By: | Updated on: Nov 17, 2021 | 10:35 AM

Gandhinagar: પ્રદેશ ભાજપની આજે પાટનગર કમલમ ખાતે કારોબારી બેઠક મળવાની છે. જેમાં આગામી ચૂંટણીને લઈને રણનીતિ ઘડાશે તેવી માહિતી સામે આવી છે.

Gandhinagar: પાટનગરમાં આજે (17 નવેમ્બરે) પ્રદેશ ભાજપની (BJP) કારોબારી બેઠક મળવા જઈ રહી છે. મળેલી માહિતી પ્રમાણે કારોબારી બેઠકમાં રાજકીય પ્રસ્તાવો રજૂ કરવામાં આવશે. આ સાથે જ આ બેઠકમાં પદ્મભૂષણ એવોર્ડ મેળવેલા લોકોનું સન્માન પણ કરવામાં આવશે. જણાવી દઈએ કે એવોર્ડ મેળવનારા 7 લોકોનું ભાજપ સન્માન કરશે.

આ કારોબારી બેઠકમાં સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે. સાથે જ સિનીયર નેતાઓ સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. સાથે જ બેઠકમાં મહવનો મુદ્દો આગામી ચૂંટણી રહેશે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) અંગે બેઠકમાં રણનીતિ ઘડાશે તેવી માહિતી સામે આવી છે.

ભાજપની પ્રદેશ કારોબારી બેઠકના કારણે બપોરે 12 વાગે કેબિનેટની બેઠક મળશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળવાની છે. આ બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. માહિતી પ્રમાણે આ બેઠકમાં રાષ્ટ્રીય કારોબારી દ્વારા સોંપવામાં આવેલા કાર્યો વિશે ચર્ચા થશે. આ કાર્યોને પૂર્ણ કરવા માટેની ચર્ચા કરવામાં આવશે. તેમજ તેની રૂપરેખા નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત 2022 માં ગુજરાતમાં યોજાનારી ચૂંટણીને લઈને પણ ચર્ચા થશે. સાથે જ આ બેઠકમાં ચૂંટણીને લઈને રણનીતિ પર વિસ્તૃત ચર્ચા થઇ શકે છે.

 

આ પણ વાંચો: Rajkot: ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ, ‘જનસંઘથી ભાજપ’ કાર્યક્રમ થયો રદ

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનના ભાગલા અને નેહરુને લઈને ખુલશે અનેક રહસ્યો ! ભારતના છેલ્લા વાઇસરોય માઉન્ટબેટન અને એડવિનાની અંગત ડાયરી થઈ શકે છે જાહેર

Published on: Nov 17, 2021 10:12 AM