AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ, 'જનસંઘથી ભાજપ' કાર્યક્રમ થયો રદ

Rajkot: ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ, ‘જનસંઘથી ભાજપ’ કાર્યક્રમ થયો રદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 9:53 AM
Share

Rajkot: ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે. આંતરિક વિવાદના કારણે જનસંઘથી ભાજપ કાર્યક્રમ રદ કરવાની નોબત આવી પડી છે.

Rajkot: રાજકોટમાં ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો (CR Paatil) 20 નવેમ્બરે આયોજીત ‘જનસંઘથી ભાજપ’ કાર્યક્રમ રદ કરાયો છે. રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે આ આયોજન કર્યું હતું. આ પત્રિકામાં પૂર્વ CM વિજય રૂપાણીનું (Vijay Rupani) નામ ન લખવાને લઈ વિવાદ થયો હતો.

જો કે સી.આર. પાટીલના બ્રહ્મ સમાજ અને ઉદ્યોગપતિ સાથેનો સંવાદ કાર્યક્રમ યથાવત્ રખાયો છે. બ્રહ્મ સમાજની પત્રિકામાં પણ પૂર્વ CM વિજય રૂપાણી (Vijay Rupani) અને નિતીન ભારદ્વાજનું નામ બાકાત રખાયું છે. રાજ્યસભા સાંસદ રામ મોકરિયા પક્ષના જૂના જોગીઓને સાથે રાખીને શહેર ભાજપમાં નવું જૂથ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે ગઈકાલે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જયારે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ત્યારે વિજય રૂપાણી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ વાતચીત કરી રહ્યાં હતા. આ દરમિયાન રામ મોકરીયા પણ ત્યાં પહોચ્યાં હતાં, જો કે વિજય રૂપાણીએ રામ મોકરીયાને બેસી જવાનું કહ્યું હતું.

આ અંગે રામ મોકરીયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે વિજય રૂપાણી ગોવિદ પટેલને પૂછી રહ્યાં હતા કે પત્રિકાનો વિવાદ શું હતો. ત્યારે રામ મોકરીયા ત્યાં પહોચ્યાં તો વિજય રૂપાણીએ કહ્યું કે તમે આ મામલે દખલ ન કરો. રામ મોકરીયાએ કહ્યું કે ગોવિંદ પટેલ સિનિયર આગેવાન છે અને તેમનું માન જળવાવવું જોઈએ.

 

આ પણ વાંચો: રાજ્યના આ વિસ્તારોમાં આજથી માવઠાની આગાહી, નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું

આ પણ વાંચો: કાંકરિયા ધર્માંતરણ કેસમાં ફંડિંગ કરનાર હાજી અબ્દુલ્લા ફેફડાવાલાનો વિડીયો સામે આવ્યો, ધર્માંતરણના બદલામાં લાલચ આપતો નજરે પડયો

g clip-path="url(#clip0_868_265)">