ગુજરાતે ફરી દેખાડયો ખેડૂતોને એક નવો રસ્તો ભાવનગરના 20 ખેડૂતોએ શરૂ કર્યું તે કામ જે દેશના બધા જ ખેડૂતોએ કરવું જોઈએ

ગુજરાતે ફરી દેખાડયો ખેડૂતોને એક નવો રસ્તો ભાવનગરના 20 ખેડૂતોએ શરૂ કર્યું તે કામ જે દેશના બધા જ ખેડૂતોએ કરવું જોઈએ

ગુજરાતમાં ખેતીમાં થઈ રહેલા નુકસાનને પહોંચી વળવા માટે ખેડૂતોના એક વર્ગે નવો રસ્તો શોધી કાઢયો છે. તેમના ઉત્પાદનની યોગ્ય કિંમત મેળવવા માટે અને ખેતી તેમના માટે નુકસાનનો ધંધો ના બને તે માટે ભાવનગરના 20 ખેડૂતોના ગ્રૂપે શાકભાજી, ફળો, અનાજ અને શરબત જેવા સામાન વેચવા માટે પોતાની દુકાન શરૂ કરી છે. દુકાન ‘ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા’ ની […]

Kunjan Shukal

| Edited By: Parth_Solanki

Feb 02, 2019 | 12:59 PM

ગુજરાતમાં ખેતીમાં થઈ રહેલા નુકસાનને પહોંચી વળવા માટે ખેડૂતોના એક વર્ગે નવો રસ્તો શોધી કાઢયો છે. તેમના ઉત્પાદનની યોગ્ય કિંમત મેળવવા માટે અને ખેતી તેમના માટે નુકસાનનો ધંધો ના બને તે માટે ભાવનગરના 20 ખેડૂતોના ગ્રૂપે શાકભાજી, ફળો, અનાજ અને શરબત જેવા સામાન વેચવા માટે પોતાની દુકાન શરૂ કરી છે. દુકાન ‘ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા’ ની ટેગલાઈન સાથે લોકો માટે ખુલી ગઈ છે.

દુકાન ખોલનાર મેનેજીંગ કમિટીના ભારત જમબુચાએ જણાવ્યું કે, ભારતમાં ખેતી મુખ્ય વ્યવસાય હોવા છતાં ખેડૂતોને તેમના ઉત્પાદનની કિંમતોને નકકી કરવામાં મદદ નથી મળતી. લોકો ઝડપથી શહેરીકરણની તરફ આગળ વધવાની સાથે અન્ય વ્યવસાયોની તરફ જવા લાગ્યા છે. દેશમાં રોજ કોઈના કોઈ ખેડૂત આત્મહત્યા કરી રહ્યાં છે. ભરત જમબુચાએ વધુમાં જણાવ્યું હતું કે ઘણાં વર્ષોથી અમે કમિશન એજન્ટો ચેન તોડવાનું અને ગ્રાહકો સુધી પહોંચવાનું કામ કરીયે છીએ. લોકોને સારી ગુણવતા, કેમિકલરહિત અને શુધ્ધ ખેતીની પેદાશો મળે તે માટે હવે અમે એક દુકાન બનાવી રહ્યાં છીએ.

50 ખેડૂતોનું એક જૂથ જૈવિક ખેતી કરી રહ્યું છે. તે ભાવનગરમાં ગ્રાહકોને તેમના ઉત્પાદન જેવા કે શાકભાજી, ફળો, અનાજ, વગેરે વેચી રહ્યાં છે. જયાં તે પોતાનો ધંધો કરી શકે છે. અમે ભાવનગરમાં અમારા વિશેની જાગરૂકતા ફેલાવવા માટે અભિયાન ચલાવ્યું જેથી લોકો ખેત ઉત્પાદકની તેમની જરૂરીયાતને લઈને અમારી પાસે આવે. અમારી પાસે 40થી50 નિયમિત ગ્રાહકો જે સપ્તાહમાં બે વાર શાકભાજી અને અન્ય સામાન ખરીદે છે. તેથી જ લોકોના વિશ્વાસથી અમે દૂકાનમાં રોકાણ કર્યું છે.

[yop_poll id=”995″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati