
નરેન્દ્રભાઇ મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી તેનું આજે આપણને ફળ મળ્યું છે. રમતગમત વિભાગનું ટીમવર્ક, પ્રેઝન્ટેશનની સફળતા થકી ગુજરાત અને અમદાવાદને યજમાનપદ મળ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. કોમનવેલ્થ મળી છે તેમ ઓલિમ્પિક પણ મળે તે માટે પ્રયાસો ચાલુ છે. આ માત્ર શરૂઆત છે. ટીમ લીડર તરીકે તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર ભારતને ગૌરવ થાય તે રીતે ગુજરાતની ટીમ કામ કરી રહી છે.

ભારત અને ગુજરાતનો વિકાસ આભને આંબી જાય તેવો કરવાનો સંદેશ આપવા માટે મંત્રી મંડળ દ્વારા બલૂન ઉડાડવામાં આવ્યા હતા.

આ ખુશીને વધાવી સૌએ એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું. આતશબાજી સાથે આ યજમાનીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.