વોર્ડરોબમાં હંમેશા રાખવા જેવા શોર્ટ ફ્રોક, કમ્ફર્ટેબલ અને સ્ટાઈલિશ લુકની ગેરંટી.

|

Jan 19, 2021 | 9:04 AM

ઉનાળા જેવું વાતાવરણ હાલ લાગી રહ્યું છે, વતાવરણમાં ગરમીની અસર દેખાવા લાગી છે. હવે ઘરમાં પંખા કે એસી વગર પણ રહી શકાય એવું નથી. ત્યારે આવી મોસમમાં કઇ ફેશન અપનાવવી તેનો વિચાર દરેક યુવતીઓને આવે છે. ગરમી લાગે ત્યારે જીન્સ કે સલવાર કુરતી પહેરીને બહાર જવાની ઈચ્છા ન થાય એ સ્વાભાવિક છે. તો કયો પોશાક […]

વોર્ડરોબમાં હંમેશા રાખવા જેવા શોર્ટ ફ્રોક, કમ્ફર્ટેબલ અને સ્ટાઈલિશ લુકની ગેરંટી.

Follow us on

ઉનાળા જેવું વાતાવરણ હાલ લાગી રહ્યું છે, વતાવરણમાં ગરમીની અસર દેખાવા લાગી છે. હવે ઘરમાં પંખા કે એસી વગર પણ રહી શકાય એવું નથી. ત્યારે આવી મોસમમાં કઇ ફેશન અપનાવવી તેનો વિચાર દરેક યુવતીઓને આવે છે. ગરમી લાગે ત્યારે જીન્સ કે સલવાર કુરતી પહેરીને બહાર જવાની ઈચ્છા ન થાય એ સ્વાભાવિક છે. તો કયો પોશાક પહેરવો જેથી કમ્ફર્ટેબલ રહેવાની સાથે ગરમીમાં થોડી રાહત થાય અને સ્ટાઈલિશ પણ લાગે. તો તેનો જવાબ છે શોર્ટ ફ્રોક.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શોર્ટ ફ્રોકમાં ઘૂંટણથી થોડા ઊંચા અને સ્લીવલેસ કે કોલ્ડ સ્લીવ ધરાવતા અથકે ઓફ શોલ્ડર શોર્ટ ફ્રોક હાલમાં વોર્ડરોબમાં રાખી શકાય છે. આવા શોર્ટ ફ્રોકમાં કોટન મટીરીયલ ઉપરાંત શિફોનઝ લિઝીબીઝી, જ્યોર્જટ મટિરિયલનો ઉપયોગ થાય છે. તેમાં પણ અવનવી પેટર્ન આવી ગઈ છે. ઘણી વાર સિમ્પલ સ્ટાઇલના શોર્ટ ફ્રોક પણ સુંદર દેખાય છે.

 

શિફોનમાં કોટનનું અસ્તર હોય અને બટરફલાય સ્લીવ ધરાવતા વી નેકનું શોર્ટ ફ્રોક પહેરીને જ્યારે આઉટિંગ પર જાઓ ત્યારે તે ખૂબ આકર્ષક લાગે છે. બ્લેક એન્ડ વ્હાઇટનું કોમ્બિનીશન તો હંમેશા એવરગ્રીન રહે છે. તેમાંય વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં બ્લેક સ્ટાર્સની ડિઝાઇન હોય અને સ્લીવલેસ પાઈપિંગ લગાવેલું શોર્ટ ફ્રોક પહેર્યું હોય તો ખૂબ જ સુંદર દેખાય છે.

જો એકદમ સિમ્પલ અને સોબર લુક જોઈતો હોય તો લિઝીબીઝી મટિરિયલમાંથી તૈયાર કરેલા સ્લીવલેસ શોર્ટ ફ્રોક પહેરી શકો છો. આ ફ્રોકમાં કોઈ ખાસ પ્રકારની ડિઝાઇન કે પેટર્ન કરવામાં આવતી નથી. અને સ્લીવલેસ લિઝીબીઝીમાંથી તૈયાર કરેલા હોવાથી ગરમી પણ વધારે નથી લાગતી. આવા ફ્રોક ઓફિસવેરમાં સારા લાગે છે. આવા શોર્ટ ફ્રોક પહેરીને તમે પણ તમારું અલગ સ્ટાઇલ સ્ટેટમેન્ટ ઉભું કરી શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:40 am, Wed, 23 September 20

Next Article