VIDEO : ગુજરાતમાં 7000 ST બસોના પૈડા થંભી જતાં હજારો મુસાફરો રઝડ્યા, 45 હજાર કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

|

Feb 21, 2019 | 3:29 AM

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો મુસાફરો બસ સ્ટૅંડો પર અટવાઈ ગયા છે. TV9 Gujarati   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 […]

VIDEO : ગુજરાતમાં 7000 ST બસોના પૈડા થંભી જતાં હજારો મુસાફરો રઝડ્યા, 45 હજાર કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

Follow us on

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો મુસાફરો બસ સ્ટૅંડો પર અટવાઈ ગયા છે.

TV9 Gujarati

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મળતી માહિતી મુજબ અમદાવાદમાં ગીતામંદિર ખાતે આવેલા મધ્યસ્થ ST બસ સ્ટૅંડ પર મુસાફરો બસોની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બસોના પૈડા થંભી ગયા છે. એસટી બસોના પૈડા અચાનક થંભી જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. કર્મચારીઓ પોતાની 13 જેટલી પડતર માંગણીઓ ને લઈને ગઈકાલે મધરાતથી હળતાલ પર ઊતર્યા છે. કર્મચારીઓ ની મુખ્ય માંગ છે કે સાતમા પગારપંચ નો અમલ કરવામાં આવે. તેમજ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે અને નફો ન કરતા તમામ રૂટ બંધ કરવામાં આવે.. સરકાર સાથે અનેક વાર લેખીત રજુઆત કરવા છતાં કોઇપણ નિરાકરણ ન આવતા એસટી વિભાગ ના તમામ કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે. મોડી રાત્રે અચાનક જ એસ.ટી બસ ના પૈડા થંભી જતા મુસાફરો ને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે.

એસટી નિગમના 45 હજાર કર્મચારીઓ એક સાથે હડતાલ પર ઉતરી જતા આશરે 7000 એસટી બસોના પૈડા થંભી ગયા છે. બે વર્ષ સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં એસટી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. મુસાફરો હાલાકી ભોગવવા સાથે રોષ ઠાલવી રહ્યા છે. એક મુસાફરે કહ્યું કે તેમને મોટી ખાવડી જવાનુ હતું, પણ હવે અહીં ફસાઈ ગયા છીએ. સરકાર સલામત સુવિધાની વાત કરે છે, પણ અત્યારે અમારે ક્યાં જવું. તો એક અન્ય મુસાફરે કહ્યું કે સુરત જવાનું છે. હવે અડધી રાતે ક્યાં જવું.

જુઓ VIDEO :

[yop_poll id=1646]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article