Breaking News : ધોરણ-10નું પરિણામ શનિવારે થશે જાહેર, જાણો સંપૂર્ણ વિગતો

|

May 09, 2024 | 10:16 AM

વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો સમય આવી ચૂક્યો છે. ધોરણ - 10 નું પરિણામ 11 તારીખે અને શનિવારે જાહેર કરવામાં આવશે. ધોરણ 10નું પરિણામ સવારે 8 વાગ્યે સાઈટ પર મુકવામાં આવશે.

Breaking News : ધોરણ-10નું પરિણામ શનિવારે થશે જાહેર, જાણો સંપૂર્ણ વિગતો

Follow us on

વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો સમય આવી ચૂક્યો છે. ધોરણ – 10 નું પરિણામ 11 તારીખે અને શનિવારે જાહેર કરવામાં આવશે. ધોરણ 10નું પરિણામ સવારે 8 વાગ્યે સાઈટ પર મુકવામાં આવશે. ગુજરાતમા ધોરણ 10માં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. બીજી તરફ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. વર્ષ 2023માં ગુજરાત બોર્ડ 10નું  64.62 રિઝલ્ટ આવ્યુ હતુ.

 

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લો ટોપ પર, જૂનાગઢમાં ઓછું પરિણામ

વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર 2023માં ધાંગધ્રા 95.85 ટકાએ રહ્યું હતું તેમજ આ વખતે 2324 છાલા 99.61 ટકાએ મોખરે રહ્યું છે. ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડા 51.11 ટકા રહ્યું છે. વધારે પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ 96.40 ટકાએ આગળ રહ્યો છે. જ્યારે જૂનાગઢમાં 84.81 ટકા એ છેલ્લે રહ્યો છે.

ધોરણ-12ના સામાન્ય પ્રવાહનું 91.93 ટકા રિઝલ્ટ

આ પરીક્ષા 3,79,759 વિદ્યાર્થીઓ નોધાયા હતા. જેમાંથી પૈકી 3,78,268 ઉપસ્થિત રહ્યા હતા. તેમાથી 3,47,738 પાસ થયેલા છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 % ટકા આવેલ છે.

સામાન્ય પ્રવાહમાં  1609 શાળામાં 100 ટકા પરિણામ

વર્ષ 2024માં 100 ટકા પરિણામ ધરાવતી પ્રાપ્ચ થયુ હોય તેવી 1609 શાળા છે. જ્યારે વર્ષ 2023માં 10 ટકાથી ઓછુ પરિણામ ધરવાતી શાળાઓની સંખ્યામાં ગયા વર્ષ કરતા ઘટાડો જોવા મળ્યો છે.  10 ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી 19 શાળાનો સમાવેશ થાય છે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:32 am, Thu, 9 May 24

Next Article