GSEB Result : ધોરણ 10 રિપીટરનું માત્ર 10 ટકા જ પરિણામ, માત્ર 30 હજાર વિદ્યાર્થી પાસ થયા

|

Aug 25, 2021 | 9:32 AM

આજે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 8 કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

GSEB Result : ધોરણ 10 રિપીટરનું માત્ર 10 ટકા જ પરિણામ, માત્ર 30 હજાર વિદ્યાર્થી પાસ થયા
GSEB Result: Only 10% result of standard 10 repeater

Follow us on

આજે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 8 કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. નોંધનીય છેકે માર્કશીટ માટે શિક્ષણ બોર્ડ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવશે.

આ વરસે ધોરણ 10ના કુલ 3,26,505 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યાં હતાં. તેમાંથી 2,98,817 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 30,012 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર 10.04 ટકા જ પરિણામ જાહેર થયું છે.

ધોરણ 10 રિપીટર પરીક્ષાનું  કુલ પરિણામ માત્ર 10 ટકા જ આવ્યું

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ વરસે ધોરણ 10માં 95, 696 વિદ્યાર્થીનીઓ અને 2,03,121 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12, 201 વિદ્યાર્થીનીઓ અને 17, 811 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ પરીક્ષામાં 12.75 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. જ્યારે 8.07 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. એટલે કે કુલ પરિણામ માત્ર 10.04 ટકા જ આવ્યું છે. આ ઉપરાંત, 191 ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, વિદ્યાર્થિનીઓએ બાજી મારી

નોંધનીય છેકે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89, 106 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 78,215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 19,032 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે વિદ્યાર્થીનીઓની વાત કરીએ તો 40,727 વિદ્યાર્થીનીઓમાંથી 35,439 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી.

જેમાં 12,564 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. જેમની ટકાવારી જોઈએ તો 35.45 ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓમાં 24.31 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયાં છે. એટલે કે વિદ્યાર્થીનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે.  આ ઉપરાંત, 20 ટકા પસિંગ ધોરણનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ પણ 113 છે.

ધોરણ 12 સાયન્સ (Science)પ્રવાહનું પરિણામ, વિદ્યાર્થિનીઓએ બાજી મારી
તો છ દિવસ પહેલા જાહેર થયેલા 12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ જાહેર થયું હતું. 12 સાયન્સના કુલ 30343 વિદ્યાર્થીઓએ જ આ વરસે પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને આ વરસે પરીક્ષા આપી હતી. જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

જ્યારે A ગ્રુપમાં 1425 માંથી 297 વિદ્યાર્થીનીઓ આ વરસે પાસ થઈ છે. B ગ્રુપમાં 9554 માંથી 1151 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીઓએ આ વરસે પરીક્ષા આપી હતી. જેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી જેમાંથી એક પણ પાસ થયા નથી .B કરતા A ગ્રુપનું પરિણામ વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. જેમાં પાસ થનારની સંખ્યા માત્ર 9 છે. આમ, આ વરસે પણ દરેક પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.

આ પણ વાંચો : IND vs ENG: અશ્વિનને લઇને વિરાટ કોહલી કહ્યુ આમ, તો રવિન્દ્ર જાડેજાએ બહાર બેસવુ પડી શકે છે !

 

Next Article