GSEB 12th Result 2021 : ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, શાળાઓ વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે

|

Jul 17, 2021 | 9:06 AM

Gujarat Board Class 12 Result 2021 : આ વખતે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઇ હતી પ્રમોશનના સ્થાને વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન આપેલી પરીક્ષા અને ધોરણ 11 ની પરીક્ષા ના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.

GSEB 12th Result 2021 : ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, શાળાઓ  વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે
GSEB CLASS 12 SCIENCE RESULTS Declare

Follow us on

GSEB CLASS 12 SCIENCE RESULTS  : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો-12 વિજ્ઞાન પ્રવાહનું 1 લાખથી વધુ  વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ધોરણ 12 સાયન્સનું 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો , 15284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો, A ગ્રુપમાં 466 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા , તો B ગ્રુપમાં 657 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

આ પરિણામ બોર્ડની વેબસાઈટ મૂકી દેવામાં આવ્યું છે. આ વખતે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઇ હતી પ્રમોશનના સ્થાને વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન આપેલી પરીક્ષા અને ધોરણ 11 ની પરીક્ષા ના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શાળાઓ દ્વારા જોઈ શકાશે. શાળાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા જાણી શકાશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. આ પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે.

Published On - 7:01 am, Sat, 17 July 21

Next Article