Salangpur: પવનપુત્રને પહેરાવાયાં 7 કરોડ રૂપિયાના વાઘા, 151 કિલોગ્રામની કેક કાપવામાં આવી
બે વર્ષથી કોરોનાકાળને લીધે બોટાદના સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી થઇ શકતી ન હતી. જો કે આ વર્ષે સાળંગપુરમાં ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે સાળંગપુર (Salangpur) હનુમાનજી મંદિરે હનુમાન જયંતી (Hanuman jayanti 2022) નો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ઉજવાશે. સમગ્ર દિવસ ભક્તો હનુમાનજીના દર્શન કરી શકશે. સાથે જ 151 કિલોગ્રામની કેક પણ કાપવામાં આવી છે. આજે હનુમાનજીનો વિશેષ શણગાર કરાયો છે. હનુમાનજીને 7 કરોડ રૂપિયાના સોના મઢિત વાઘા પહેરાવાયા છે. હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ સાળંગપુરમાં હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી. નારાયણ કૂંડથી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગજરાજ, ઘોડાગાડી ડી.જે.ના તાલ સાથે મોટી સંખ્યામાં હરિભકતો યાત્રામાં જોડાયા હત. શોભાયાત્રામાં હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રામાં ડ્રોનથી આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બે વર્ષ બાદ ધામ ધૂમથી સાળંગપુરમાં હનુમાન જયંતીની ઉજવણી થઈ. બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારે હનુમાન જયંતી મહોત્સવની 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી થશે. આ ઉજવણીની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે પંચમુખી હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણકુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની હાથી પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં હજારો બહેનો મસ્તક પર અભિષેકનું જળ ધારણ કરી શોભા યાત્રામાં જોડાઈ હતી.
બે વર્ષથી કોરોનાકાળને લીધે બોટાદના સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી થઇ શકતી ન હતી. જો કે આ વર્ષે સાળંગપુરમાં ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાન જયંતી પહેલા આજના દિવસે સાળંગપુરમાં હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Gandhinagar : માણસાના ઇટાદરા ગામમાં સામાન્ય તકરારમાં જુથ અથડામણ, પોલીસ ઘટના સ્થળે
આ પણ વાંચોઃ ગુજરાત એટીએસનો હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાને લઇને મોટો ખુલાસો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો