Kutch: શહેરને પણ ટક્કર મારે એવું છે ભીમાસર ગામ, જાણો 2001 ભૂકંપ બાદ કેવી રીતે ગામે કર્યો વિકાસ

|

Dec 09, 2021 | 11:52 AM

Gram Panchayat Polls: કચ્છનું જાણીતું ભીમાસર ગામ આજે શહેરને ટક્કર મારે એવું છે. ત્યારે ભીમાસર ગ્રામજનો આગામી સરપંચ પાસેથી તેમની અપેક્ષાઓ શેર કરી છે.

Kutch: શહેરને પણ ટક્કર મારે એવું છે ભીમાસર ગામ, જાણો 2001 ભૂકંપ બાદ કેવી રીતે ગામે કર્યો વિકાસ
Bhimasar villagers

Follow us on

Gram Panchayat Election: મારું ગામ, મારી પંચાયતમાં આજે વાત કરીશું કચ્છના અંજાર તાલુકાના ભીમાસર ગામની. ગામમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે તેથી જ ભીમાસરને આદર્શ ગામ (Adarsh Gam Bhimasar) તરીકે પણ ઓળખવામાં આવે છે. 2001 ભૂકંપ બાદ ગામલોકોએ કોઈ પણ સરકારી ગ્રાન્ટ વગર સ્વભંડોળથી વિકાસનો પથ પકડ્યો જે આજે પણ અવિરત છે. ગામ લોકોનું કહેવું છે કે, તેમના ગામમાં શહેરને ટક્કર આપે તેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

એક ગ્રામજને જણાવ્યું કે ભીમાસર ગામમાં તમામનો સહકાર લઈને આગળ વધવાની કામગીરી કરવામાં આવે છે. ગામના વિકાસમાં ચૂંટણી હોવા છતાં સૌ સાથે મળીને ગામનું હીટ ઈચ્છે છે. ભૂકંપ પછી આ ગામમાં તમામ જાતની સુવિધા કરવામાં આવી છે. ગામમાં પાણી, ગટર, રોડ, સ્ટ્રીટ લાઈટ, તમામની સુવિધા કરવામાં આવી છે. આ ગામની મુલાકાત દેશ જ નહીં વિદેશમાંથી પણ લોકો લે છે. આ ગામમાં નેપાળના પ્રધાનમંત્રી પણ આવી ચુકેલા છે.

આ ગામની મુલાકાત લેવા બંગાળ તેમજ અન્ય રાજ્યોના ડેલીગેશન આવી ચુક્યા છે. ગ્રામલોકોનું કહેવું છે આ ગામનો વિકાસ તેમણે પોતે કર્યો છે. સૌએ ભેગા મળીને ગામના ટેક્સ અને વેરામાંથી ગામનો વિકાસ થાય છે. આ માટે કોઈના પર નિર્ભર નથી. તો ગામમાં સૌને સરખી સેવા આપવામાં આવે છે. આ ગામને અનેક અવોર્ડ આપવામાં આવ્યા છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ભીમાસરનો કેવો છે વિકાસ ?

તમામ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાણી, શિક્ષણ, સામાજીક કાર્યો માટે અદ્યતન સુવિદ્યા સાથે પાકા મકાન, પાકા રસ્તાની સુવિધા, મુખ્ય રસ્તો ડામર જ્યારે અન્ય તમામ રસ્તાઓ સીસી રોડ, તમામ સ્થળોએ CCTV, આધુનિક લાઇબ્રેરી, આંગણવાડી, પોસ્ટઓફીસ સંકૂલ, આધુનિક પંચાયત ઘર, દરેક સમાજની સમાજવાડી, આધુનિક તાલિમ ભવન , સાથે જ ભારત માતાનું મંદિર પણ આ ગામમાં છે. એટલું જ નહીં ભારતના વિરસપુતોની પ્રતિમા અને પર્યાવરણની જાગૃતિ માટે ગામમાં સામૂહિક વૃક્ષનું વાવેતરની પણ વ્યવસ્થા આ ગામે કરી છે.

આ પણ વાંચો: ભારે કરી..! દેલવાડામાં સરપંચ પદ માટે સાસુ-વહુ સામસામે, જાણો શું છે આ જંગનું કારણ

આ પણ વાંચો: નવસારીની યુવતી પર દુષ્કર્મ અને આપઘાત કેસમાં થઇ શકે છે મોટા ખુલાસા, આજે ઓએસિસ સંસ્થાના સંજીવ શાહની પૂછતાછ

Published On - 10:50 am, Thu, 9 December 21

Next Article