Gram Panchayat Election : રાજકોટના ઉપલેટાનું ચરેલિયા ગ્રામ પંચાયત સતત પાંચ ટર્મથી સમરસ, મહિલા સરપંચ બિનહરીફ ચૂંટાયા

|

Dec 09, 2021 | 11:47 AM

ચરેલિયા ગામના લોકોનું કહેવું છે કે ગ્રામજનોનો એક નિર્ધાર છે કે ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ના યોજાય. ગામલોકો અને વડીલો દ્વારા ગામના ચોરે એક મિટિંગ બોલવામાં આવે છે. અને સરપંચનું નામ સર્વાનુમતે નક્કી કરવામાં આવે છે.

Gram Panchayat Election : રાજકોટના ઉપલેટાનું ચરેલિયા ગ્રામ પંચાયત સતત પાંચ ટર્મથી સમરસ, મહિલા સરપંચ બિનહરીફ ચૂંટાયા
Gram Panchayat Election:

Follow us on

Gram Panchayat Election : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની ચરેલિયા ગ્રામપંચાયત છેલ્લી પાંચ ટર્મથી થઈ છે સમરસ, આ ટર્મમાં મહિલાને સરપંચ તરીકે બિન હરીફ ચૂંટવામાં આવ્યા છે. વેણુ નદીના કિનારે આવેલ ઉપલેટા તાલુકાનું ચરેલિયા ગામ જે ઉપલેટા તાલુકાના વિકસિત ગામોમાંથી એક ગામ છે નાનકડું એવું ચરેલિયા ગામ. જયાં છેલ્લા 25 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ નથી.

ગ્રામ પંચાયત છેલ્લા 25 વર્ષથી સમરસ થતી આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામ સમરસ થતા રાજ્ય સરકારની અનેક ગ્રાન્ટ આવે છે. જેમાંથી ગામમાં અનેક વિકાસના કામો થયા છે અને બાકી રહી ગયેલા વિકાસના કામો માટે હવે નવ નિયુકત મહિલા સરપંચ પાસે આશા રાખી રહ્યા છે.

ચરેલિયા ગ્રામ પંચાયત વિકાસનો પર્યાય બની ગઇ છે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચરેલિયા ગામના લોકોનું કહેવું છે કે ગ્રામજનોનો એક નિર્ધાર છે કે ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ના યોજાય. ગામલોકો અને વડીલો દ્વારા ગામના ચોરે એક મિટિંગ બોલવામાં આવે છે. અને સરપંચનું નામ સર્વાનુમતે નક્કી કરવામાં આવે છે. ગામમાં 85 ટકા જેટલા રોડ-રસ્તાના કામો પૂર્ણ થઈ ગયા છે. ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે. પેવર રોડ અને ડામર રોડના કામો પણ 85 ટકા પૂર્ણ થઈ ગયા છે. ત્યારે હવે ગામમાં વધુ આધુનિક સુવિધાઓ મળે એવી આશા નવ નિયુકત સરપંચ પાસે ગ્રામજનો રાખી રહ્યા છે.

બિનહરીફ મહિલા સરપંચની નિમણુંક

તો ગામના બિનહરીફ મહિલા સરપંચ જેઓ બનવાના છે તેમનું કહેવું છે કે, આઝાદી પછી બીજી વખત ગામમાં મહિલા સરપંચ બન્યા છે. એ પણ સમરસ ગ્રામ પંચાયત બની છે. ત્યારે વિકાસ કરવા હું પુરતો પ્રયત્ન કરીશ અને ગામમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, લાઈટની સુવિધા, જેવી પ્રાથમિક વ્યવસ્થા ગામમાં ને વધુ અગ્રતા આપીશ. તો આ વખતે જે બિનહરીફની ગ્રાન્ટ મળશે તેનાથી ગ્રામ લોકો સાથે મળીને નક્કી કર્યું છે કે એમાંથી સીસીટીવી કેમેરા તેમજ બાળકો માટે ગાર્ડન વડીલો માટે બેસવા માટે પ્લાટની વ્યવસ્થા કરવામાં આવશે.

 

આ પણ વાંચો : Kutch: શહેરને પણ ટક્કર માટે એવું છે ભીમાસર ગામ, જાણો 2001 ભૂકંપ બાદ કેવી રીતે ગામે કર્યો વિકાસ

આ પણ વાંચો : Technology: ભારતમાં ખુલી એશિયાની સૌથી મોટી ફેસબુકની ઓફિસ, જાણો ક્યા શહેરમાં

Next Article