પાણીની ટાંકી તુટી પડતા સરકારે ઈજનેરોને કર્યા સસ્પેન્ડ, કોંગ્રેસે કહ્યું- સત્ય બહાર લાવવા CBI તપાસ કરાવો

| Edited By: | Updated on: Jan 20, 2026 | 6:26 PM

સુરત જિલ્લાના માંડવીના અરેઠમાં નવી જ બનાવેલ પાણીની ટાંકી, ટેસ્ટીગ દરમિયાન જ તુટી પડતા, કોંગ્રેસે ગુજરાત સરકાર અને સંબધિત વિભાગો પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જો કે, રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને કાર્યપાલક ઈજનેર અને નાયબ ઈજનેરને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે, આ પ્રકરણમાં સત્ય બહાર લાવવા માટે સીબીઆઈની તપાસ જરૂરી છે.

કોંગ્રેસના નેતા આનંદ ચૌધરીએ, અરેઠમાં નવી જ બનાવેલ પાણીની ટાંકી તુટી પડતા સરકાર પર માછલા ધોયા છે. તેમણે કહ્યું કે, સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેનો આ બોલતો પુરાવો છે. સરકારના દરેક વિભાગમાં રૂપિયા આપ્યા વિના કામ થતા નથી. જે કામ થાય છે તે પણ નબળા અને હલકી ગુણવત્તાના હોય છે. આ ટાંકિ બનાવવામાં લાખ્ખો રૂપિયાનો ખર્ચ થયો અને એટલા જ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. જો સરકારને આ પ્રકરણમાં સાચી વિગતો બહાર લાવવી હોય તો, સીબીઆઈની તપાસ કરાવવી જોઈએ.

દરમિયાન ગુજરાત સરકારે, નાયબ કાર્યપાલક ઈજનેર અને કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાણીની ટાંકીનું કામકાજ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સીના તમામ પ્રકારના ચુકવણાં પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) માર્સ પ્લાનિંગ એન્ડ ઈજનેરીંગ અને ઈજારદાર એજન્સીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. જવાબદાર વ્યક્તિઓ અને એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ગતિમાં છે.

હાલમાં ઘટનાસ્થળ પર ગેરી (GERI) અને તકેદારી શાખા (Vigilance) ની ટીમો દ્વારા નમૂનાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. મટીરીયલ ક્વોલિટી અને બાંધકામની ખામી અંગે ઊંડાણપૂર્વક ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. “ભ્રષ્ટાચાર કે બેદરકારી સાંખી લેવામાં નહીં આવે, જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.” તેવો સંદેશ તંત્રે આપ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.