
ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા રાજ્યભરના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં લાંબા સમય બાદ વરસાદી વાતાવરણ સર્જાશે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા વર્ણાવાઈ છે. હવામાન વિભાગે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હવામાનની ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેમાં મોંસુન ટ્રફ, સાક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ત્રણેય સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
12 સપ્ટેમ્બરના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળી શકે છે.
13 સપ્ટેમ્બરના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
14 સપ્ટેમ્બરના રોજ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ દરમિયાન ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ હજુ પણ સામાન્ય કરતાં ઓછો છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 19 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં થનારો વરસાદ ખેડૂતો તેમજ પાણીના સ્ત્રોતો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આગામી દિવસોમાં ત્રણ હવામાની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની આશા છે. ખાસ કરીને 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે તંત્ર અને લોકોને પણ સાવચેતી રાખવાની જરૂર છે.