AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gram Panchayat : ગીર સોમનાથ જિલ્લાના આ ગામમાં આઝાદી બાદ ક્યારેય નથી થઇ ગ્રામ પંચાયતની ચૂંટણી, છઠ્ઠી વાર મહિલા સરપંચ બિનહરીફ ચૂંટાયા

Gram Panchayat Elections : આ વખતે પણ 6ઠ્ઠી વખત મહિલા સરપંચ સર્વાનુમતે ચૂંટાઈને આવ્યાં છે.ગામમાં રસ્તાઓ અને અન્ય સુવિધાઓ કોઈ પણ સંજોગોમાં મોટા શહેરો કરતા ઓછી નથી.

Gram Panchayat : ગીર સોમનાથ જિલ્લાના આ ગામમાં આઝાદી બાદ ક્યારેય નથી થઇ ગ્રામ પંચાયતની ચૂંટણી, છઠ્ઠી વાર મહિલા સરપંચ બિનહરીફ ચૂંટાયા
Gram Panchayat elections have never been held in Badalpur village of Gir Somnath district since independence
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 6:51 AM
Share

Gir Somnath : ગુજરાતમાં 10879 ગ્રામ પંચાયતો માટે 19 ડિસેમ્બરે ચૂંટણી (Gram Panchayat Elections) યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે આની જાહેરાત કરી હતી. આ દરમિયાન, આમાંથી કેટલીક ગ્રામ પંચાયતો એવી બની છે કે તે સમરસ બની ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાનું બાદલપુર (Badalpur)ગામ એવું છે કે એ આઝાદી બાદથી અત્યાર સુધી સમરસ થયું છે. મહિલા અનામત ન હોવા ચાત આ ગામમાં 5 વખત મહિલા સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યાં છે. આ વખતે પણ 6ઠ્ઠી વખત મહિલા સરપંચ  સર્વાનુમતે ચૂંટાઈને આવ્યાં છે.ગામમાં રસ્તાઓ અને અન્ય સુવિધાઓ કોઈ પણ સંજોગોમાં મોટા શહેરો કરતા ઓછી નથી.

બાદલપુર – એક આદર્શ ગામ અમર શહીદ ધનાબાપા બારડ, પૂર્વ રાજ્ય મંત્રી અને સાંસદ સ્વ. જશુભાઈ બારડ, વર્તમાન ધારાસભ્ય ભગવાનભાઈ બાયડ આ ગામના છે. બાદલપુર એક આદર્શ ગામ છે. અહીંના રસ્તા શહેરો જેટલા જ સારા છે. ગામમાં ઘરે ઘરે 24 કલાક પાણી પુરવઠો આવે છે. આ સાથે જ સુરક્ષા માટે રસ્તાઓ અને ચોકો પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. સાથે જ ગ્રામજનોને જરૂરી માહિતી સરળતાથી મળી રહે તે માટે માઈક સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ સાથે ગામની અનેક મહિલાઓએ એવોર્ડ પણ જીત્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણી નજીક આવતા જ ગ્રામજનો સર્વાનુમતે સરપંચ અને સભ્યની પસંદગી કરે છે. આ ગામમાં વર્ષોની પરંપરા પહેલાની જેમ આજે પણ ચાલુ છે.

6ઠ્ઠી ગ્રામ પંચાયતનામાં કોનો સમાવેશ ? ઉલ્લેખનીય છે કે વના કાંતાબેન તનસુખભાઈ આ ગામના સરપંચ છે. કછોટ પુરીબેન વિજયભાઈ કે જેઓ ગામના ઉપસરપંચ છે. વના મુક્તાબેન મનસુખભાઈ સભ્ય છે. આ ઉપરાંત બારડ નયનાબેન રામભાઈ, ચાવડા કોમલબેન કિશોરભાઈ, પંપણીયા રમાબેન માંડણભાઈ, બારડ રાજીબેન રમેશભાઈ, સોલંકી અર્ચનાબેન નરેન્દ્રભાઈ, સોલંકી મંજુબેન દેવસીભાઈનો સમાવેશ થાય છે.

19 ડિસેમ્બરે 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે રાજ્યમાં 10879 ગ્રામ પંચાયતોમાં લગભગ 89,702 વોર્ડમાં 10284 સરપંચ અને સભ્યો ચૂંટાશે. આ ઉપરાંત 31 માર્ચ પછી ગ્રામ પંચાયતોની મુદ્દત પૂર્ણ થશે. જે ગ્રામ પંચાયતોની મુદ્દત એક વર્ષથી વધુ હોય તેની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ સાથે ગ્રામ પંચાયતોમાં પણ વિભાજન અને મધ્યવર્તી ચૂંટણીઓ સાથે ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો : AHMEDABAD : સિવિલ રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ, માંગણીઓ પુરી થતા ફરજ પર પરત ફર્યા તબીબો

આ પણ વાંચો : ડ્રોન દ્વારા જંતુનાશકોના છંટકાવ માટે કૃષિ મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવી, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">