AHMEDABAD : સિવિલ રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ, માંગણીઓ પુરી થતા ફરજ પર પરત ફર્યા તબીબો
સિવિલ રેસિડેન્ટ તબીબોની હડતાળને કારણે ઓપીડી અને ઇમરજન્સીમાં 45 ટકા ડોકટરોની અછત ઉભી થઇ હતી, જેને કારણે સારવાર માટે દર્દીઓને ચારથી પાંચ કલાક લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો.
AHMEDABAD :છેલ્લા 3 દિવસથી ચાલતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ આખરે સમેટાઈ છે. માંગણીઓ પુરી થતા પોતાની તબીબો ફરજ પર પરત ફર્યા છે. નોન એકેડેમિક JRની માંગ સરકારે સ્વીકારતા આખરે આ હડતાળ સમેટાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી રેસિડેન્ટ તબીબો હડતાળ પર હતા. બીજે મેડિકલ કોલેજ, એનએચએલ મેડિકલ કોલેજ, સોલા GMERS મેડિકલ કોલેજ, એલજી, શારદાબેન અને જીસીએસ મેડિકલ કોલેજના બે હજારથી વધુ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા હતા.
સિવિલ રેસિડેન્ટ તબીબોની હડતાળને કારણે ઓપીડી અને ઇમરજન્સીમાં 45 ટકા ડોકટરોની અછત ઉભી થઇ હતી, જેને કારણે સારવાર માટે દર્દીઓને ચારથી પાંચ કલાક લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. ઓપીડી જ નહીં પણ હડતાળની અસર ઓપરેશનો ઉપર પણ પડી હતી. દર્દીઓને સારવાર અને ઓપરેશન માટે તારીખો આપવામાં આવે છે.જે ઓપરેશન આજે થઈ શકે તેવા દર્દીઓને દસ દિવસ પછીની તારીખ આપવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં મેજર અને માઇનોર સહિતના લગભગ 50 ટકા ઓપરેશનો પણ પાછળ ઠેલવા પડ્યા. 1 ડિસેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલમાં 123 ઓપરેશન કરવામાં આવ્યા હતા. હડતાળને કારણે આ ઓપરેશનની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ હતી. 8 ડિસેમ્બરે સિવિલ હોસ્પિટલમાં માત્ર 69 ઓપરેશનો જ થયા હતા.
આ પણ વાંચો : કોરોના રસીના બે ડોઝ લીધા પછી 9 મહિના સુધી ત્રીજા ડોઝની જરૂર નથી, આ બુસ્ટર નહીં ત્રીજો ડોઝ કહેવાશે
આ પણ વાંચો : Bipin Rawat Death Prediction: એક વર્ષ પહેલા જ થઈ હતી બિપિન રાવતના મૃત્યુની આગાહી, જાણો કોણે કરી હતી ભવિષ્યવાણી ?
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
