Girsomnath : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથમાં દેવાધિદેવના દર્શન કરીને કર્યું ધ્વજારોહણ

|

Aug 19, 2022 | 5:10 PM

જન્માષ્ટમી (Janmashtmi) નિમિત્તે કૃષ્ણમંદિરોમાં ભારે ભીડ જામી છે તો સાથે સાથે મહાદેવના દર્શને પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રજાઓના કારણે મોટા ભાગના  પ્રવાસીઓ સોમનાથ અને દ્વારકાના દર્શને પહોંચી રહ્યા છે. આજે  સોમનાથમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોવા મળ્યા હતા અને બપોરની આરતીમાં મંદિરનું ગર્ભગૃહ હકડેઠઠ ભરાઈ ગયું હતું અને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. 

Girsomnath : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથમાં દેવાધિદેવના દર્શન કરીને કર્યું ધ્વજારોહણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના કર્યાં દર્શન

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) આજે  સૌરાષ્ટ્રના 4 જિલ્લાની મુલાકાતે છે ત્યારે આજે તેમણે જન્માષ્ટમી (Janmashtmi) તેમજ શ્રાવણ માસના પર્વે સોમનાથ ભગવાનના દર્શન કર્યાં હતા. તેમણે સોમેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. તેમજ મંદિરના શિખર ઉપર દોરડાં વડે ખેંચીને ધજા ચઢાવવાનો લ્હાવો પણ લીધો હતો. નોંધનીય છે કે મંદિરમાં ધજા ચઢાવવા માટે યાંત્રિક સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી પ્રથમ જ્યોર્તિલિંગ (Somnath mahadev) મંદિર પર સરળતાથી ધ્વજા રોહણ કરી શકાય છે. તો મંદિરના પંટાગણમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્ણ રીતે વંદન પણ કર્યા હતા. મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપના વિવિધ આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા.

સોમનાથ બાદ  મુખ્યમંત્રી દ્વારકામાં કરશે કાળિયા ઠાકરના દર્શન

મુખ્યમંત્રૂી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિર ખાતે શિવલિંગ ઉપર અભિષેક કરીને પૂજા અર્ચના કરવાનો લાભ લીધો હતો

મુખ્યમંત્રૂી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિર ખાતે શિવલિંગ ઉપર અભિષેક કરીને પૂજા અર્ચના કરવાનો લાભ લીધો હતો. તેમજ ધજા પૂજન કરીને  મંદિરના શિખર ઉપર ધજા પણ ચઢાવી હતી. ત્યાર બાદ તેઓ દ્વારકા જવા  રવાના થયા હતા.  5-50 વાગ્યે તેઓ દ્વારકા હેલિપેડથી જામનગર જવા રવાના થશે 6-25 વાગ્યે તેમનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થશે અને ત્યાર બાદ તેઓ ભાવનગર જવા રવાના થશે. 7-00 વાગ્યે મુખ્યમંત્રી ભાવનગર એરપોર્ટ ખાતે આવશે 7-10 વાગ્યે મટકીફોડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે 8-00 વાગ્યે ભોજન લઈને રોડ માર્ગે લોકમેળાના સ્થળે પહોંચશે 9-00 વાગ્યે જવાહર મેદાન ખાતે જનમાષ્ટમીના લોકમેળાનું ઉદ્ઘાટન કરશે 11-00 વાગ્યે ભાવનગર એરપોર્ટથી અમદાવાદ જવા માટે રવાના થશે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

જન્માષ્ટમીના પર્વે સોમનાથમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર

આજે જન્માષ્ટમી (Janmashtmi) નિમિત્તે કૃષ્ણમંદિરોમાં ભારે ભીડ જામી છે તો સાથે સાથે મહાદેવના દર્શને પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રજાઓના કારણે મોટા ભાગના  પ્રવાસીઓ સોમનાથ અને દ્વારકાના દર્શને પહોંચી રહ્યા છે. આજે  સોમનાથમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોવા મળ્યા હતા અને બપોરની આરતીમાં મંદિરનું ગર્ભગૃહ હકડેઠઠ ભરાઈ ગયું હતું અને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.  વહેલી સવારથી જ મહાદેવના દર્શન માટે મંદિરમાં કતારો લાગી છે એક તરફ  વરસાદ હતો તો પણ  વરસાદમાં ભીંજાઇને પણ ભાવિકો દર્શન કરવા કતારોમાં ઊભા હતા. દર્શનાર્થીઓએ જણાવ્યું હતું કે  સોમનાથ મહાદેવના દર્શન માટે મંદિર તરફથી સારી વ્યવસ્થા કરવામાં આવી છે કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી પડી રહી  રહેવા અને જમવાની વ્યવસ્થા પણ સારી કરવામાં આવી છે. ગીર સોમનાથ ખાતે શ્રાવણ માસ શરૂ તે પહેલાથી સોમનાથ મંદિર અને તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સૂચારૂ દર્શન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી ભીડ હોય તો પણ લોકો સારી રીતે દર્શન કરીને  મંદિરની બહાર નીકળી શકે.

Published On - 5:09 pm, Fri, 19 August 22

Next Article