Gir somnath: સૂત્રાપાડા નજીક સરકારી સડેલી તુવેરદાળનો જથ્થો કોઈ ફેંકી ગયું, વિવિધ યોજના હેઠળ આ દાળનું થાય છે વિતરણ
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા નજીકથી સડી ગયેલો તુવેર દાળનો જથ્થો મળી આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી તુવેરદાળ સડી ગઇ હોવાથી ફેંકી ગયાની ચર્ચા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, સરકારી તુવેરદાળના સડી ગયેલા 10થી વધુ કટ્ટા ફેંકેલી હાલતમાં પડ્યા છે.
ગીર સોમનાથ (Gir somnath) જિલ્લાના સૂત્રાપાડા નજીકથી સડી ગયેલો તુવેર દાળનો જથ્થો મળી આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી તુવેરદાળ સડી ગઇ હોવાથી ફેંકી ગયાની ચર્ચા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, સરકારી તુવેરદાળના સડી ગયેલા 10થી વધુ કટ્ટા ફેંકેલી હાલતમાં પડ્યા છે. સરકારની વિવિધ યોજના હેઠળ આ તુવેરદાળનું વિતરણ કરવામાં આવે છે. સડેલી તુવેરદાળ રસ્તા ઉપર ફેંકી દીધા બાદ ઢોર પણ તેને આરોગતા નથી પરંતુ સુંઘતા પણ નથી. ઉલ્લેખનીય છે કે, નિગમના ગોડાઉનમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં એક કિલો તુવેરદાળના પેકિંગ સસ્તા અનાજની દુકાનમાં પહોંચાડવામાં આવે છે. આ પ્લાસ્ટિકના પેકિંગમાં તુવેરની દાળની અંદર હવા પણ ન જઇ શકે તેવી સ્થિતિ હોવા છતાં દાળમાં ધનેડા કેવી રીતે પહોંચી ગયા તે અહીં સવાલ થાય છે.
પાકિસ્તાન જેલમાં કેદ માછીમારો માદરે વતન પરત ફર્યા
પાકિસ્તાન સરકારે ભારતના 20 માછીમાર મુક્ત કરતા પરિવારજનોમાં હર્ષના આંસુ છલકાયા છે. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા માછીમારોનું ગીર સોમનાથના વેરાવળ બંદર પર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષ બાદ માછીમારોનું પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મુક્ત થયેલા માછીમારોમાં 13 માછીમાર ગીર સોમનાથના, 5 માછીમાર ઓખાના અને 1 માછીમાર જામનગરનો છે. કોરોનાકાળ બાદ હજુ 650 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક હોવાથી પરિવારે સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ માછીમારોને મુક્ત કરવામાં આવે તેવી માછીમાર સમુદાયે માગ કરી હતી. જો સરકાર માછીમારોને મુક્ત નહી કરાવે તો ચૂંટણીમાં માછીમાર સમુદાય સરકાર સામે રોષ ઠાલવશે.