Gir somnath: સાવજની ભૂમિના શ્વાનની બહાદુરી તો જુઓ, દીપડાને કર્યો બેહાલ, જુઓ આ જોરદાર CCTV VIDEO LIVE

|

Nov 04, 2022 | 1:15 PM

દીપડો માણસને કે નાના પ્રાણીઓને મારણ કરવા ખેચી જાય અને શિકાર કરી લે છે, પરંતુ અહીં થોડી અલગ જ ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી હતી. થોડી ક્ષણોના આ વીડિયોમાં  શ્વાનની જોરદાર બહાદુરી જોવા મળી છે.

Gir somnath: સાવજની ભૂમિના શ્વાનની બહાદુરી તો જુઓ, દીપડાને કર્યો બેહાલ, જુઓ આ જોરદાર CCTV VIDEO LIVE
તાલાળામાં શ્વાન અને દીપડા વચ્ચે શેરીયુદ્ધ

Follow us on

અપની ગલી મે કુત્તા ભી શેર હૈ આ કહેવતને સાચી પાડતો ગીર સોમનાથના તાલાળાનો આ જોરદાર વીડિયો સામે આવ્યો હતો.  સામાન્ય રીતે ગીર સોમનાથ, અમરેલીમાં  સિંહોના વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે થોડો જુદો વીડિયો સામે આવ્યો છે.  વીડિયો વાસ્તવમાં સીસીટીવી ફૂટેજ છે જે તાલાળાના છે જેમાં એક શ્વાનની પાછળ દીપડાએ દોટ મૂકી હતી .ત્યારે પહેલા તો શ્વાન દીપડાથી ડરીને ભાગે છે પરંતુ થોડી વાર રહીને સીસીટીવીમાં જોવા મળે છે કે શ્વાને દીપડાને ગળેથી પકડ્યો છે અને તેને છોડતો નથી, પરંતુ શ્વાનની પકડ થોડી ઢીલી પડતા તુરંત દીપડો નાની પાળી કૂદીને ભાગી જવામાં સફળ રહે છે.

 

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

સામાન્ય રીતે એવી ઘટના જોવા મળતી હોય છે કે દીપડો માણસને કે નાના પ્રાણીઓને મારણ કરવા ખેચી જાય અને શિકાર કરી લે છે. પરંતુ અહીં થોડી અલગ જ ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી હતી. થોડી ક્ષણોના આ વીડિયોમાં  શ્વાનની જોરદાર બહાદુરી જોવા મળી છે.

તો અન્ય એક  વીડિયોમાં  ગીર સોમનાથમાં  ચારથી પાંચ સિંહ લટાર મારી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા.  જ્યારે ઉનામાં  થોડા દિવસ અગાઉ  સનખડા ગામની વાડીમાં ખેડૂતો ખેતી કામ કરી રહ્યા હતા તે દરમિયાન  અજગ જોવા મળ્યો હતો  ત્યાર બાદ વનવિભાગ દ્વારા અજગરનું રેસ્ક્યું કરાતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. 10 ફુટ લંબાઇ ધરાવતો અજગર નજરે ચઢતા આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી રેસ્ક્યું ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મહાકાય અજગરનું મહામુસીબતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

Next Article