Gir Somnath: ઉના મામલતદાર કચેરીમાં વિધવાઓને મળતી સહાયમાં કૌભાંડ, આઉટસોર્સ કર્મચારીએ સહાયની રકમના ડેટા સાથે ચેડા કરી મોટુ કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યુ

|

Sep 04, 2022 | 9:49 PM

Gir Somnath: ઉના મામલતદાર કચેરીમાં વિધવાઓને મળતી સહાયમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉના મામલતદાર કચેરીના આઉટસોર્સના કર્મચારીએ સહાયની રકમનો લાભ પોતે જ લઈ લીધો છે. રકમના ડેટા સાથે ચેડા કરી મોટુ કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે.

ગીર સોમનાથ (Gir Somnath)ના ઉના મામલતદાર કચેરીમાં વિધવાઓને મળતી સહાયમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉના (Una) મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારીએ વિધવા સહાય યોજનાની રકમનો લાભાર્થી વિધવા મહિલાઓને બદલે પોતે જ લાભ લઈ લીધો. લાભાર્થીઓના ખાતામાં જમા થતી રકમના ડેટા સાથે ચેડાં કરીને મોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ કર્મચારીએ સરકારમાંથી આવતી સહાય વિધવા(Widow)ઓને બદલે પોતાના જ સગા સંબંધીઓના ખાતામાં જમા કરાવી લાખોની ઉચાપત કરી હોવાનો ખુલાસો થયો છે. ઉનામાં 7 હજારથી વધુ વિધવા સહાય યોજનાના લાભાર્થી છે અને આ વિધવા મહિલાઓને સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ લાભ મળે છે. પરંતુ ઓફિસમાં આઉટસોર્સ કર્મચારીએ કૌભાંડ કરી રૂપિયા ચાઉં કરી લીધા. આ આખા કૌભાંડની ત્યારે જાણ થઈ જ્યારે ધારાસભ્ય પૂંજા વંશે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને કલેક્ટરમાં રજૂઆત કરી ત્યારે ભાંડો ફૂટ્યો. આ મામલે ધારાસભ્ય પૂંજા વંશે મામલતદારનો ઉધડો લીધો. સમગ્ર મામલે ધારાસભ્ય પૂંજા વંશે કૌભાાંડ અંગે તટસ્થ અને ન્યાયીક તપાસની માગ કરી છે.

ધારાસભ્ય પૂંજા વંશે કૌભાંડ અંગે તટસ્થ ન્યાયિક તપાસની માગ કરી

નાણાંકિય ઉચાપતના કૌભાંડનો મામલતદારે પણ સ્વીકાર કર્યો. તેમણે કહ્યું કે ઓનલાઈન એકાઉન્ટસની વિગતો ચેક કરતાં જાણવા મળ્યું કે 9 લાભાર્થીના એકાઉન્ટ નંબર ચેન્જ થયા છે અને આ 9 એકાઉન્ટ નંબર ચેન્જ થયા બાદ 2 લાખ 23 હજારની ઉચાપત કરવામાં આવી છે. 9માંથી 5 લાભાર્થીઓની વિગતોમાં ઓપરેટરે ચેડા કર્યા છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વિનોદ નામનો ઓપરેટર છેલ્લા ત્રણ વર્ષથી વિધવા સહાય યોજનાનું ટેબલ સંભાળતો હતો અને તેણે જ ચેડાં કરી મહિલાના ખાતામાં સહાય જમા કરવાને બદલે કચેરીમાં કામ કરતા ડ્રાઈવર સહિત અન્ય 4 લોકોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. હાલ તો પોલીસે ફરિયાદને આધારે બે આરોપીને ઝડપી લીધા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ધારાસભ્ય અને સ્થાનિક લોકોનું પણ માનવું છે કે આ કૌભાંડ અને કૌભાંડની રકમ તો હજી હિમશિલાની ટોચ જેવું હોઈ શકે છે. આની પાછળ ઉંડી તપાસ થાય તો શક્ય છે કે કોઈ વધારે મોટું કૌભાંડ અને ષડયંત્ર પણ બહાર આવી શકે છે.

Next Article