ગીર સોમનાથ (Girsomnath) જિલ્લામાં તાલાલા (Talala) ના ગીર બોર્ડરના હિરણવેલ ગામે થોડા દિવસ પહેલા વનવિભાગે નિરાધાર ગાયો (Cow) ની ગૌશાળા તોડીનાખી હતી. તે બાદ ચાર દિવસની અંદર ચાર નિરાધાર ગાયોનું સિંહ (Lion) પરીવાર દ્વારા મારણ કરવામા આવ્યું છે. ગતરાતે પણ એક ગાયનું સિંહ પરિવાર દ્વારા મારણ કરવામાં આવતાં ગામમાં ભય સાથે વનવિભાગ સામે આક્રોશનો માહોલ છે અને વનવિભાગ સામે ઊગ્ર લડત કરવા ગામલોકોએ નિર્ણય કર્યો છે. તાલાલા નજીકના હિરણવેલ ગામે નિરાધાર ગાયોના રહેવા માટે ગામને સીમાડે લોક ફાળો કરી બનાવેલી લગભગ 70 વર્ષ જૂની ગૌશાળાના શેડમાં ભર ચોમાસામાં વન વિભાગ દ્વારા ડિમોલેશન કરીને ગૌશાળાને જમીન દોસ્ત કરતા ગામ લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે અને હવે તેઓ વન વિભાગ સામે લડત ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. ગામ લોકોએ કલેકટરને આવેદન પણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાલાલાના હિરણવેલ ગામની ગૌ શાળા પર ભર ચોમાસામાં વનવિભાગનું બુલડોઝર ફર્યુ હતું. ગ્રામજનો દ્વારા ગૌશાળા માટે છાપરું બનાવવામાં આવ્યું હતું. જેની સામે વન વિભાગે વાંધો ઉઠાવ્યો હતો. 4 લાખના ખર્ચે બનાવેલી ગૌશાળા બચાવવા ગ્રામજનોએ વિનંતી કરી પણ વન વિભાગ ન માન્યું અને હથિયારધારી પોલીસનો કાફલો ઉતારી ગૌશાળામાં બુલડોઝર ફેરવ્યું હતું. આ ગૌશાળા તોડી નાખવામાં આવતાં ગૌ ભક્તો અને હિન્દૂ ધર્મ પ્રેમી લોકોમાં રોષની લાગણી છે. આ મુદ્દે ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું છે.
હીરણવેલ ગામ પાસે ગાયોનો આશરો વન વિભાગે છીનવી લેતા ગ્રામજનો ચાર ટ્રેક્ટરો ભરી ઈણાજ જિલ્લા કલેકટર પાસે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ આવેદન આપી હક્કિત જણાવતા જિલ્લા કલેકટર પણ બોલી ઉઠ્યા હતા કે, આ ઘાસચારાનું ગોડાઉન આ લોકોને નડ્યું? તાલાલાનું હિરણવેલ ગામ ગીર પશ્વિમની તાલાલા રેન્જ હેઠળ આવે છે. પણ ગૌમાતાના ગોડાઉનનું ડિમોલીશન કરવા દેવળીયા રેન્જે કામગીરી કરી તેમાં પણ દેવળીયા રેન્જ મેંદરડા તાલુકામાં આવે તો મેંદરડા પોલીસનો બંદોબસ્ત લેવાના બદલે તાલાલા પોલીસનો બંદોબસ્ત મેળવી ગોડાઉન તોડી પડાયું હતું. ભરચોમાસામાં ગૌશાળા તોડી પાડવામાં આવતાં ગાયો સિહંનો શિકાર બની રહી છે. આ કારણે ગામલોકોનો વનવિભાગ પર રોષ વધુ વ્યાપ્યો છે અને હવે નવ વિભાગ સામે લડી લેવાના મુડમાં આવ્યા છે.
Published On - 11:24 am, Sat, 16 July 22