Gir somnath: સોમનાથ અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં પ્રવાસીઓનો ભારે ધસારો, તમામ ગેસ્ટ હાઉસ અને અતિથગૃહો હાઉસફુલ

|

Oct 22, 2022 | 4:47 PM

ગીર ઉપરાંત તેની નજીકના જૂનાગઢ શહેરના  યાત્રાધામો તેમજ આગળ જતા સોમનાથ, દીવ,  દ્વારકાના રૂટ ઉપર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી  રહ્યા છે ત્યારે વિવિધ યાત્રાધામો  ખાતે પણ દિવાળી દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવાાં આવી છે.  સાથે જ દરેક સ્થળોએ પ્રવાસીઓને સુગમતા રહે તે માટે વધારાનો સ્ટાફ પણ  મૂકવામાં આવ્યો છે.

Gir somnath: સોમનાથ અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં પ્રવાસીઓનો ભારે ધસારો, તમામ ગેસ્ટ હાઉસ અને અતિથગૃહો હાઉસફુલ
દિવાળીના તહેવારમાં સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં પ્રવાસીઓનો ધસારો

Follow us on

ગીર સોમનાથ  (Gir somnath) ખાતે આવેલા પવિત્ર જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે દિવાળીમાં (Diwali) પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ સોમનાથ ખાતે દિવાળીના તહેવારમાં અતિથિગૃહો તેમજ ગેસ્ટ હાઉસ ફુલ થઈ ગયા છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા થોડા દિવસ પહેલા અપીલ કરવામાં આવી હતી કે મંદિરની કોઈએ નકલી વેબસાઈટ બનાવી હતી તો લોકો છેતરાય નહીં. સોમનાથ સહિત (Somnath Mandir) સૌરાષ્ટ્રમાં અન્ય પ્રવાસન સ્થળોએ પણ હોટેલથી માંડીને ગોસ્ટ હાઉસના બુકિંગ ફુલ થઈ ગયા છે.  મુસાફરોના ધસારાને પગલે ધાર્મિક સ્થળો જેવા કે કનકાઈ,  પરબધામ, તુલસીશ્યામ તરફ જતા પ્રવાસીઓ કે જંગલના માર્ગે ઉના અને સોમનાથ તરફ જતા પ્રવાસીઓ તુલસીશ્યામ આવે છે, તેથી તુલસી શ્યામમાં ઉતારાની વ્યવસ્થા  કરવામાં આવી છે.  મધ્યગીરમાં આવેલ તુલસીશ્યામ મંદિર ખાતે  રહેવાની તેમજ ભોજનાલયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગીર ઉપરાંત તેની નજીકના જૂનાગઢ શહેરના  યાત્રાધામો તેમજ આગળ જતા સોમનાથ, દીવ,  દ્વારકાના રૂટ ઉપર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી  રહ્યા છે, ત્યારે વિવિધ યાત્રાધામો  ખાતે પણ દિવાળી દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવાાં આવી છે.  સાથે જ દરેક સ્થળોએ પ્રવાસીઓને સુગમતા રહે તે માટે વધારાનો સ્ટાફ પણ  મૂકવામાં આવ્યો છે. પ્રવાસનું  (Tourist) નામ આવે એટલે ગુજરાતીઓ (Gujarati tourist) હંમેશાં તેમાં અગ્રેસર હોય છે તે બાબતને  સાર્થક કરતા આ વખતે પણ  દિવાળી વેકેશનમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં પ્રવાસ કરી રહ્યા છે. આ વખતે ગુજરાતના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ફરવા નીકળ્યા છે.  ત્યારે ખાસ કરીને આ વખતે બધા ગીરમાં જઈ રહ્યા છે. જૂનાગઢ નજીકના ગીર જંગલ તેમજ અમરેલીની (Gir forest) આસપાસ  આવેલા કનકાઈ માતા મંદિર આંબરડી પાર્ક, તુલસીશ્યામ કુંડ, બાણેજમાં મોટી સંખ્યામાં અત્યારથી જ પ્રવાસીઓ ઉભરાઈ રહ્યા છે.

દિવાળીના વેેકેશન અને વેપારીઓ તેમજ નોકરિયાતોનો રજા હોવાથી લોકો પરિવાર સાથે મોટી સંખ્યામાં ગીરની સહેલગાહે આવી રહ્યા છે, ત્યારે ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત તુલસી શ્યામ  ખાતે 2000થી 3000 હજાર પ્રવાસીઓ રોકાઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  અમરેલી નજીક આવેલો ધારીનો  આંબરડી સફારી પાર્કમા સિંહ દર્શન માટે તેમજ નજીક આવેલો  ખોડિયાર ડેમ અને જંગલ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરો પ્રવાસીઓના મનપસંદ સ્થળો છે.  તેમજ ગીરના પ્રવાસન સ્થળોમાં પણ  કુદરતી સૌંદર્ય  જોવા  તેજમ વન્ય સૃષ્ટિ જોવા  પ્રવાસીઓ આવી રહ્યા છે

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

સાથે જ ધાર્મિક સ્થળો જેવા કે કનકાઈ,  પરબધામ, તુલસીશ્યામ તરફ જતા પ્રવાસીઓ કે જંગલના માર્ગે ઉના અને સોમનાથ તરફ જતા પ્રવાસીઓ તુલસીશ્યામ આવે છે, તેથી તુલસી શ્યામમાં ઉતારાની વ્યવસ્થા  કરવામાં આવી છે.  મધ્યગીરમા આવેલ તુલસીશ્યામ મંદિર ખાતે  રહેવાની તેમજ ભોજનાલયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને  દરેક જગ્યાની સ્વચ્છતા  કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું  છે તેમજ બેથી ત્રણ હજાર યાત્રાળુ રાત્રિરોકાણ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

Next Article