Gir Somnath: પુત્રીઓએ પુત્ર ધર્મ નિભાવ્યો, કોડીનારના એક ગામમાં પાંચ દીકરીઓએ માતાના અંતિમ સંસ્કાર કર્યા

|

May 18, 2022 | 7:01 PM

Gir Somnath: કોડીનારના બાવાના પીપળવા ગામે દીકરીઓએ જ પૂત્રધર્મ નીભાવ્યો અને દીકરીઓ પુત્ર સમોવડી હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Gir Somnath: પુત્રીઓએ પુત્ર ધર્મ નિભાવ્યો, કોડીનારના એક ગામમાં પાંચ દીકરીઓએ માતાના અંતિમ સંસ્કાર કર્યા
Gir Somnath

Follow us on

Gir Somnath: કોડીનારના બાવાના પીપળવા ગામે દીકરીઓએ જ પૂત્રધર્મ નીભાવ્યો અને દીકરીઓ પુત્ર સમોવડી હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આવી જ એક વાત પ્રકાશમાં આવી છે. આ ગમે પાંચ દીકરીઓએ મળીને માતાના અંતિમ સંસ્કાર કર્યા હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે, પુત્રીઓએ માતાને કાંધ આપતા નાના ગામમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પીપળવા ગામના માતા નાગલ બેન રાઠોડને એક પણ પુત્ર ન હતો તેથી તમામ દીકરીઓએ કાંધ આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. આનું સાક્ષી બનેલું ગામ ભાવુક થયું હતું અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

ખેલમહાકુંભમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે રચ્યો ઈતિહાસ

ખેલમહાકુંભમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો છે. આ વિજેતા ટીમના 7 મહિલા ખેલાડીઓ ગીર-સોમનાથ જિલ્લાની (Gir-Somnath district) વતની છે. જેમાં કોડીનારના સરખડી ગામની 6 અને 1 સિંધાજ ગામની એક પ્લેયર છે. સરખડી ગામની 6 મહિલા ખેલાડીઓ સતત સાથે પ્રેક્ટિસ કરતી હોવાથી તેમની વચ્ચે અદભૂત તાલમેલ જોવા મળ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કેરીના બગીચા ધરાવતા ખેડૂતોમાં કહી ખુશી અને કહી ગમ

સાસણ ગીરના અમૃત એવી કેસર કેરીએ ક્યાંક ખુશીનો માહોલ બનાવ્યો છે તો ક્યાંક ગમનો. ખુશીનો એટલા માટે કેમ કે ગીર સોમનાથના કેટલાંક બગીચાઓમાં જ્યાં કેરી સારા પ્રમાણમાં પાકી છે એની ભારે કિંમત ઉપજી છે. તો ગમ એટલા માટે કેમકે મોટાભાગના ખેડૂતોનો પાક 80 ટકા જેટલો નાશ પામ્યો છે. જેના કારણે મોટા પાયા પર ખેડૂતોને નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે.

Published On - 7:01 pm, Wed, 18 May 22

Next Article