Gir somanth: માછીમારોનો ડીઝલનો પ્રશ્ન ઉકેલાતા સુધરી દિવાળી, લિટર દીઠ ડિઝલના ભંડોળમાં થયો વધારો

|

Oct 24, 2022 | 8:44 AM

ડીઝલના ક્વોટામાં વાર્ષિક 10 હજાર લીટર જેટલો વધારો કરવામાં આવ્યો છે અને GFCAના પંપોના કમિશનમાં 50 ટકા ઘટાડો થયો છે. વેરાવળ બંદરે પાયાની સુવિધાઓ અપગ્રેડ કરવા માટેની લાંબા સમયની માગ સરકારે સ્વીકારીને દિવાળી પર માછીમારોને મોટી ભેટ આપી છે.

Gir somanth: માછીમારોનો ડીઝલનો પ્રશ્ન ઉકેલાતા સુધરી દિવાળી, લિટર દીઠ ડિઝલના ભંડોળમાં થયો વધારો
ગીર સોમનાથમાં માછીમારોને મળી દિવાળી ભેટ

Follow us on

ગીર સોમનાથના  (Gir somanth)  માછીમારોની દિવાળી સુધરી ગઈ છે. અખિલ ભારતીય ફિશરમેનની રજૂઆત બાદ આખરે રાજ્ય સરકારે મોટાભાગના પડતર પ્રશ્નો ઉકેલતા વેરાવળ સહિત ગુજરાતના માછીમારોમાં ખુશી છવાઇ છે માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ લીટર દીઠ જે 25 રૂપિયા મળતા હતા તે હવે 50 રૂપિયા મળશે. જયારે ડીઝલના ક્વોટામાં વાર્ષિક 10 હજાર લીટર જેટલો વધારો કરવામાં આવ્યો છે અને GFCAના પંપોના કમિશનમાં 50 ટકા ઘટાડો થયો છે.  માછીમાર એસોશિયેશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું હતું કે વેરાવળ બંદરે પાયાની સુવિધાઓ અપગ્રેડ કરવા માટેની લાંબા સમયની માગ સરકારે સ્વીકારીને દિવાળી પર માછીમારોને મોટી ભેટ આપી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોરબંદરના  (Porbandar) માછીમારોની દીવાળી સુધરી ગઈ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા વર્ષો જૂની વિવિધ માગો સરકારે સ્વીકારતા માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો હતો. અત્યાર સુધી એક જ પંપ પરથી માછીમારો ડીઝલ ખરીદતા હતા, પરંતુ હવે માછીમારો  (Fisherman) મંડળી નિશ્ચિત સાત પંપ પરથી ડીઝલ ખરીદી શકશે. સાથે નાની હોળીના મશીન માટેની સબસીડીની માગ સરકારે સ્વીકારી છે. હવે ડીઝલ પેટ્રોલનો ક્વોટા અન્ય રાજ્યની સરખામણીએ સરકાર કરી આપે તેવી માછીમારોની મુખ્ય માગ છે.

મહત્વપૂર્ણ છે કે, અગાઉ વેરાવળ (Veraval) ખાતે પ્રધાન જીતુ ચૌધરીએ 36 કરોડના ખર્ચે માપલા વાળી વિસ્તારને અપગ્રેશન કામને મંજૂરી આપી વર્ક ઓર્ડર આપ્યા હતા. માછીમારોની મોટાભાગની માગો સરકારે સ્વીકારતા ગુજરાત માછીમાર સમાજના પ્રમુખે કેન્દ્ર અને રાજય સરકારનો આભાર માન્યો. રાજ્યના 1600 કિલોમીટર દરિયા કિનારા વિસ્તાર અને 32 વિધાનસભા બેઠક પર માછીમાર મતદારો પ્રભુત્વમાં છે ત્યારે દરિયાખેડુ માટે ભાજપે ચૂંટણી પહેલા જ  ખારવા સમાજને આ ભેટ આપી દીધી હતી.

 

વિથ ઇનપુટ ક્રેડિટ: યોગેશ જોષી

Next Article